ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહના પત્ની માં અંબાના શરણમાં, પતિના જીત માટે અંબાજીમાં કરી પ્રાર્થના - darshan

અંબાજીઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરની લોકસભા બેઠક ઉપર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે. ત્યારે તેમની જીતની કામના કરવા માટે તેમના ધર્મ પત્ની સોનલબેન શાહ યાત્રાધામ અંબાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 14, 2019, 9:38 AM IST

અમિત શાહના ધર્મ પત્ની સોનલબેન શાહ ચૈત્ર સુદ અષ્ટમીના રોજ અંબાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં નિજ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. મંદિર પુજારીએ કુમકુમ તિલક કરી માથે પાવડી મૂકી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા.

અમિત શાહના પત્ની અંબાજી દર્શનાર્થે

અમિત શાહના ધર્મપત્ની સોનલબેન સાહેબ પતિ અમિત શાહની જીત માટે પ્રાર્થના કરવા અંબાજી પહોંચ્યા હતા. સોનલબેને માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. જોકે તેમણે મીડીયા સમક્ષ કાઈ પણ કહેવાનુ ટાળ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details