ગુજરાત

gujarat

ETV Bharat / state

Ambaji Temple: અંબાજી મંદિર પરિસરમાં કાંચના બ્રિજ ઉપર ચાલવાની યાત્રિકો લઇ રહ્યા છે મજા - glass bridge in Ambaji Mandir Parish

ગુજરાત માટે કાંચનો બ્રિજ એક સ્વપ્ન સમાન છે. આ સપનું હવે શક્તિપીઠ અંબાજી ધામમાં પૂર્ણ થયું છે. અંબાજી મંદિર પરિષરમાં જ કાંચના બ્રિજ ઉપર ચાલવાની મજા યાત્રિકો લઇ રહ્યા છે. યાત્રિકોના જણાવ્યા અનુસાર આવા પુલ વિદેશોમાં જોવા મળતા હોય છે. જુઓ વિશેષ અહેવાલ...

ambaji-temple-pilgrims-are-enjoying-walking-on-the-glass-bridge-in-ambaji-mandir-parish
ambaji-temple-pilgrims-are-enjoying-walking-on-the-glass-bridge-in-ambaji-mandir-parish

By

Published : Apr 20, 2023, 6:50 PM IST

Updated : Apr 20, 2023, 7:14 PM IST

અંબાજી મંદિર પરિષરમાં કાંચના બ્રિજ ઉપર ચાલવાની યાત્રિકો લઇ રહ્યા છે મજા

અંબાજી:શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેવેશ ગ્રુપ દ્વારા 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો કાંચના બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. હાલ આ કાંચના બ્રિજ ઉપર ચાલવાની મજા યાત્રિકો લઇ રહ્યા છે. સંપૂર્ણ પણે સુરક્ષિત આ કાંચના બ્રિજ ઉપરથી એક સાથે 10 વ્યક્તિઓ ચાલી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કાંચના પુલ ઉપર ચાલવા માટે યાત્રિકોએ માત્ર 10 રૂપિયાનો ટોકન ચાર્જ ચુકવવો પડે છે. આ ટોકન ચાર્જ ચૂકવ્યા બાદ જ આ ગ્લાસ વોક કરી શકે છે.

ગ્લાસ વોકનો ચાર્જ 10 રૂપિયા

લોકોમાં ઉત્સાહ:આ કાંચના બ્રિજ ની આસપાસ એકવાન શક્તિપીઠ મંદિરોમાં બિરાજતી માતાજીની પ્રતિમાઓ પણ કંડારવામાં આવી છે. જેને લઈ યાત્રિકો ગ્લાસ વોક સાથે દર્શનનો લાભ પણ લઇ રહ્યા છે. જોકે યાત્રિકો પ્રથમ તબક્કે કાંચના બ્રિજ ઉપર ચાલતા ખચવચાટની સાથે ડર પણ અનુભવતા હોય છે. અન્ય યાત્રિકોના ગ્લાસ વોક જોઈ પોતાની પણ હિમ્મત વધી જાય છે. યાત્રિકોના જણાવ્યા અનુસાર આવા પુલ વિદેશોમાં જોવા મળતા હોય છે. કદાચ ગુજરાતમાં અંબાજી સ્થાપિત કાંચનું પ્રથમ પુલ હશે. લોકો આ કાંચના પુલ ઉપર ચાલી એક નવો અનુભવ મેળવી રહ્યા છે.

આ પણ વાંચોChaitri Navratri 2023 : ખેડબ્રહ્મા નાના અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી, માના મહિમા સાથે વિશેષ આયોજન જાણો

ગ્લાસ વોકનો ચાર્જ 10 રૂપિયા: અંબાજી મંદિર પરિષરમાં આ ગ્લાસનો બ્રિજ એક એવા સ્થળે બનાવામાં આવ્યું છે જ્યાં અતિ પૌરાણિકને પ્રાચીન ધાર્મિક અને અલૌકિક મૂર્તિઓ કંડારવામાં આવી છે. યાત્રિકો આ ગ્લાસ વોક સાથે ધાર્મિક ભાવના કેળવાય ને એકવાન શક્તિપીઠના દર્શન કરી શકે સાથે પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરી શકે તે માટે આ કાંચના બ્રિજ ઉપર ચાલવા માટેનો ચાર્જ માત્ર ઘસારા પેટે રૂપિયા 10 લેવામાં આવે છે.

આ પણ વાંચોSabarkantha news: પથ્થરમાંથી થતો ઘંટનાદ, ભક્તો માને છે મહાકાળી માતાજીનો પરચો

સ્થાનની વિશેષતા: માતાજીની ગુફાના નામે ઓળખાતા આ સ્થળમાં યંત્રને પણ બિરાજમાન કરવામાં આવ્યું છે. જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાના જીવનને ધન્ય કરતા હોય છે. આ સ્થાનમાં ખાસ કરીને અરવલ્લીની ગિરિમાળાઓમાં જ્યાં અસુરોનો નાશ કરનારી દેવી મહિસાસુર મર્દિનીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્લાસ વોક સાથે મહિસાસુર મર્દિનીનો વિશાળ પ્રંચડ સ્વરૂપના દર્શન આ ગ્લાસ વોક કરનાર યાત્રિકોને મળે છે.

Last Updated : Apr 20, 2023, 7:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details