એસ.ટી વિભાગના મેનેજર જે.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંબાજી મેળા માટે કુલ ૧૧ સુધી વધુ બસો મુકવામાં આવી હતી. આ તમામ બસો સતત અવિરતપણે ચાલી છે. આ અગિયાર દિવસના મેળામાં એક પણ બસ હજી સુધી ખોટવાઈ નથી. જ્યારે એક પણ બસને અકસ્માત પણ નડ્યો નથી. જેને લઇને એસટી વિભાગ દ્વારા ભજન ચઢાવવામાં આવે છે, જ્યારે આ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત છે.
ભાદરવી મેળોઃ ST નિગમની સરાહનીય કામગીરી - Gujarat ST
અંબાજીઃ ભાદરવી પૂનમના દિવસે અંબાજી માટે રાજ્યના એસટી નિગમ દ્વારા ખૂણેખૂણેથી બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે ભાદરવી પૂનમ પૂર્ણતાને આવેલ હોય ત્યારે એસટી નિગમના કર્મચારીઓ દ્વારા માતાજીને ધ્વજા અર્પણ કરવાનું પહેલેથી જ ચાલ્યું આવે છે. આજે પણ એસ.ટી.નિગમના કર્મચારીઓએ માતાજીને ધજા અર્પણ કરી હતી.
ભાદરવી મેળોઃ ST નિગમની સરાહનીય કામગીરી
જ્યારે એસ.ટી. વિભગ દ્વારા આ મેળા દરમિયાન કોઈ પ્રકારની જાનહાની કે કોઈ અકસ્માતના થાય અને ત્યારબાદ મેળાના અંતે એસ.ટી. વિભાગ દ્વારા અંબાજી માતાને 56 ગજની ધ્વજા ચડાવીને માનતા પૂર્ણ કરવામાં આવે છે.