ઇતિહાસમાં દાંતાના રાજાએ રાજસ્થાનથી માતાજીની સેવા અને ભક્તિ કરવા માટે પૂનમના દિવસે ખેડબ્રહ્મા આવતા હતા, પણ રાજાએ માતાજીને દાંતા લઈ જતા હતાં, ત્યારે શરત પ્રમાણે રાજાએ પાછળ જોવાનું નહોતું પણ રસ્તામાં માતાજીના ઝાંઝરીનો આવાજ બંધ થતા રાજાએ પાછળ જોયું કે માતાજીનો રથ રોકાઈ ગયો અને માઁ ગબ્બરમાં રોકાઈ ગયા. જેથી ગબ્બર પર પૂજા થવા લાગી. જે આજે પણ અકબંધ છે. જ્યારે અંબાજી મોટા મંદિરે માતાજીની મૂતિ નહીં પણ એક યંત્રની પૂજા કરવામાં આવે છે.
અંબાજી જતા પહેલા ખેડબ્રહ્મા જવું જરૂરી, જાણો કેમ?, જુઓ આ ખાસ અહેવાલ - ખેડબ્રહ્મા
અંબાજીઃ આજે અંબાજીમાં ભાદરવી પૂનમ છે, ત્યારે ભાદરવા મહિનામાં લોકો અનેક કિલોમીટર ચાલીને માઁ અંબાના દર્શને પહોંચે છે. કહેવાય છે કે નવલા નોરતામાં માઁ અંબેને આમંત્રણ આપવા અંબાજી જવું એક મહિમા છે, પરંતુ અંબાજી જતા પહેલા ભાવિભક્તો અને પગપાળા સંઘ તમામ લોકોએ નાન અંબાજી એટલે રે ખેડબ્રહ્મામાં માઁ અંબા સામે શીશ ઝુકાવ પડે છે. કારણ કે ખેડબ્રહ્મા અંબે માતાજીનું સ્થાનક છે. ખેડબ્રહ્મામાં અંબે માઁની પ્રથમ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જ્યારે અહીંયા અંબાજી પહેલા ધજા પણ પ્રથમ ચડાવવાની માન્યતા રહી છે.
મોટા અંબાજી કરતા ખેડબ્રહ્મા નાના અંબાજી માતાનું મહત્વ કંઈક અલગ જ છે. જે ભાવિક ભક્તો મોટા અંબાજી જાય છે, એ ભક્તો જતા અથવા તો પરત ફરતા ફરજિયાત ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરવા આવે છે. આમ, ભારતભરમાં પ્રસિદ્ધ એવુ આરાસુરી અંબાજી મંદિર દેશના અનેક શક્તિપીઠમાંનું એક છે. આ અંબાજી મંદિર 358 સુવર્ણ કળશ ધરાવતું ભારતનું એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર સાથે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો પણ અનેરો સંબંધ રહ્યો છે. PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે સમયાંતરે અંબાજી મંદિરની ચોક્કસ મુલાકાત લેતા હતાં. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી સારૂ કામ કરતા પહેલા માઁ અંબાના ચરણોમાં જાય છે.