ગુજરાત

gujarat

અંબાજીના દાંતા પંથકમાં વરસાદ મોડો પડતા ખેડૂતોની હાલત કફોડી

અંબાજીઃ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ કહેર વર્તાવી રહ્યો છે ને જાણે બરોબરનું ચોમાસુ બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જો કે, બનાસકાંઠાના અંબાજી સહિત દાંતા તાલુકામાં વરસાદ ખેંચાયો છે ને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે. ખેડૂતોની હાલત કફોળી બની છે. જલ્દીથી વરસાદ થાય તેવી ખેડૂતોની મનસા છે, જો સમયસર વરસાદ ન થયો તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે.

By

Published : Jul 5, 2019, 10:04 AM IST

Published : Jul 5, 2019, 10:04 AM IST

Farmer

આ વિસ્તારમાં અમુક જગ્યાએ વરસાદના પડેલા હળવા ઝાપટાંથી ઘાસને લીલોતરીતો ઉગી નીકળી છે, જેને લઇ પશુઓ આ લીલા ઘાસને ચરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ખેડૂત આજે પણ માત્ર ખેતરમાં ખેડ કરી જમીન પોચી કરી રહ્ય છે. ખેડૂતોએ બિયારણ નું વાવેતર પણ કર્યું નથી.

અંબાજીના દાતા પંથકમાં વરસાદ મોડો પડતા ખેડૂતોની હાલત કફોળી

અંબાજી દાંતા પંથકમાં પડી રહેલી ગરમીના પગલે બિયારણ બળી જવાના ડરથી વરસાદ પડે પછી જ વાવેતર કરવાની વાત ખેડૂત કરી રહ્યા છે. જોકે અંબાજી પંથકમાં પડેલા પ્રથમ વરસાદી ઝાપટાને લઈ કેટલાક ખેડૂતે બિયારણનો વાવેતર તો કરી નાખ્યું અને સામાન્ય પાક ઊગી પણ ગયો છે, પણ હાલમાં આ વરસાદ ખેંચાતા તે ઉગેલો બિયારણ બળી જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. જોકે અંબાજી દાંતા પંથકના વરસાદ ગત વર્ષની સરખામણીએ આ વર્ષ વરસાદ મોડો ચોક્કસ પડ્યો છે. જેને લઇ ખેડૂતો પણ મોડા વરસાદને લઇ ચિંતાતુર બન્યો છે. ખેડૂતો માટે મોટા સવાલ ઉભા થયા છે બિયારણ નું વાવેતર ક્યારે કરવું..? અને જે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે તો તેને કઈ રીતે ઉગાડવું તે પ્રશ્ન સતત ખેડૂતોને સતાવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details