અંબાજી - અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર તળેટીથી(Ambaji Gabbar) 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો (Ambaji 51 Shakripith parikrama )જિલ્લા ક્લેક્ટરે આરંભ કરાવ્યો હતો. કન્યાઓ દ્વારા કળશ યાત્રા અને ગબ્બર અખંડ જ્યોત યાત્રાના આરંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં. એકાવન શક્તિપીઠ મંદિરો માટે 51 ધજાઓ સાથે યાત્રા શરુ થઈ છે.
પંજાબનું પાઈપ બેન્ડ જોડાયું -પંજાબનું પાઈપ બેન્ડ પણ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં (Ambaji 51 Shakripith parikrama ) જોડાયું હતું. શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન અંબાજી ખાતે આજથી ત્રિ-દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે મા અંબાજીના ભક્તિના સૂરો રેલાવવા પંજાબનું પાઈપ બેન્ડ જોડાયું હતું. અંબાજી ગબ્બર ખાતે આજથી લઇને 10 એપ્રિલ દરમ્યાન ભવ્ય નજારો સર્જાશે.
સંતો- મહંતોની ઉપસ્થિતિમાં પ્રારંભ- આજે વહેલી સવારે અંબાજી ગબ્બર તળેટી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો (Ambaji 51 Shakripith parikrama )સંતો- મહંતોની ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કલેકટર આનંદ પટેલે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો (Banaskantha Collector Anand Patel) આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, અંબાજી ગબ્બર તળેટી ખાતે 8-9-10 એપ્રિલના ત્રિદિવસીય શ્રી 51 શક્તિપીઠ મહાપરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે, ભારતભર અને આપણા પડોશી દેશોમાં શક્તિરૂપે માતાજી બિરાજમાન છે. તેવા અલગ અલગ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે અઢી કિ.મી ની લંબાઇમાં નિર્માણ કરવામાં આવેલું છે. આદિજાતિ સમાજ સહિત અલગ અલગ સંપ્રદાયના માઇભક્તો આ પરિક્રમામાં મહોત્સવમાં જોડાઇ રહ્યાં છે.
પરિક્રમામાં જોડાવા અપીલ- જિલ્લા કલેકટરે કહ્યું કે, આજે અંબાજી ગબ્બર ખાતે મુખ્યપ્રધાનના હસ્તે ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ (Ambaji Light And Sound Show)કરવામાં આવનાર છે ત્યારે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો આ પરિક્રમામાં (Ambaji 51 Shakripith parikrama )જોડાય તેવી અપીલ કરું છું. પરિક્રમાના પ્રારંભ સમયે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર. કે. પટેલ અને માઇભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.