ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે અંતિમ સમયે બનાસકાંઠા ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર દ્વારા ડીસા તાલુકાના સમશેરપુરા ગામે જાહેર સભા યોજાઇ હતી. જાહેર સભામાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે ઠાકોર સમાજ સાથે ખુબ જ અન્યાય કર્યો છે. મે અનેક વખત ઠાકોર સેનાને સન્માન આપવાની વાત કરી હતી પરંતુ તેમણે એક પણ વાત ધ્યાને લીધી નહિ અને સતત અમારી અવગણના કરી અપમાન કર્યું હતું. જેના કારણે કોંગ્રેસ છોડવાની ફરજ પડી હતી. ત્યારે હવે ઠાકોર સેના એ કોંગ્રેસને જવાબ આપવાનો સમય પાકી ગયો છે.
અલ્પેશ ઠાકોરની સભા, કહ્યું- આપણી સાથે છેતરપિંડી કરનારા લોકને જવાબ આપી દો - disa
બનાસકાંઠા: લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે બનાસકાંઠાના ડીસા તાલુકાના સમશેરપુરા ગામે ઠાકોર સેનાના અધ્યક્ષ અને ઓબીસી એકતા મંચના કન્વિનર અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા લોકસભાની બેઠક અને ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા જાહેર સભા યોજી હતી. જે જાહેર સભામાં અલ્પેશે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસે ઠાકોર સમાજ સાથે કરેલા અન્યાયનો બદલો લેવા જણાવ્યું હતું.
અલ્પેશે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
અલ્પેશ ઠાકોરે માત્ર ને માત્ર કોંગ્રેસ પર જ પ્રહાર કર્યા હતા ભાજપ સામે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. કોંગ્રેસે ઠાકોર સમાજની સતત અવગણના ચાલુ રાખતા તેમણે માત્ર કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી ત્યારે કોંગ્રેસ તેઓને હવે વિધાનસભામાંથી પણ હાંકી કાઢવા માગે છે. તેવી વાત જણાવી અલ્પેશ ઠાકોર ભાવુક થયા હતા અને કોંગ્રેસે કરેલા અપમાનનો બદલો ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડી લેવા માટેની હાંકલ કરી હતી.