બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવોથી અવાર-નવાર બુટલેગરો દ્વારા અલગ-અલગ પ્રકારનની તરકીબો અપનાવી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના LCB પોલીસે ડીસા તાલુકાના આખોલ ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે તો પોલીસે બાતમીના આધારે ડીસા તાલુકાના આખોલ ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન અમૂલ દૂધ કન્ટેનરને અટકાવીને તેની તપાસ કરતાં કન્ટેનરમાં રહેલા અમૂલ દૂધના કેરેટમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
"અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા", પણ અહીં તો દારૂ...
બનાસકાંઠાઃ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં અસામાજિક તત્વો પોલીસની આંખમાં ધૂળ નાખી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા LCB પોલીસે ડીસા તાલુકાના આખોલ ગામ નજીકથી અમૂલ દૂધના કેરેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.
બનાસકાંઠા પોલીસે આ સફળ ઓપરેશનમાં 2,125 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો છે. જેની અંદાજિત કિંમત 2,12,500 થાય છે ત્યારે પોલીસે પાંચ લાખની કિંમતના કન્ટેનર સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના ફજલભાઈ જબીરભાઈ કુરેશી, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના હનીફભાઈ અબ્બાશભાઈ તુવર, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાના બિલાલ રશુલભાઈ ચૌહાણની અટકાયત કરી છે. જ્યારે અન્ય ચાર આરોપીઓ આ ઘટનામાં સામેલ હોવાનું જાણવા મળતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.