- બનાસકાંઠા (Banashkantha)જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ શરૂ
- 45 વર્ષ બાદ 18 વર્ષના લોકોનું રસીકરણ શરૂ
- બનાસકાંઠા(Banashkantha)જિલ્લામાં આરોગ્ય વિભાગની બેદરકારી આવી સામે
- લાખણીમાં મૃત્યુ પામેલા લોકોના નામે વેક્સિનનો મેસેજ આવતા નોટિસ અપાઇ
બનાસકાંઠાઃ ચાલુ વર્ષે કોરોના(Corona) મહામારીમાં અનેક દર્દીઓ સામે આવ્યા હતા અને આ મહામારીમાં અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. ત્યારે આ મહામારીથી બચી શકાય તે માટે સરકાર દ્વારા વેક્સિન(Vaccine) આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા(Banashkantha)જિલ્લામાં તમામ સેન્ટરો પરથી આરોગ્ય વિભાગ દ્વારા રોજે રોજ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન(Vaccine) આપવામાં આવી હતી, પરંતુ બનાસકાંઠા (Banashkantha) જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી વેક્સિન(Vaccine)માં ક્યાંકને ક્યાંક ભૂલ જોવા મળી હતી.
આ પણ વાંચોઃઆરોગ્ય વિભાગની બેદરકારી: પોરબંદરમાં 'માં અમૃતમ કાર્ડ' રસ્તે રઝળતા મળ્યા
મૃતકોને રસી અપાઈ
અત્યારે બનાસકાંઠા (Banashkantha) સહિત સમગ્ર ગુજરાતમાં વેક્સિન(Vaccine)ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત બનાસકાંઠા (Banashkantha) જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે 50થી પણ વધુ રસીકરણ સેન્ટરો શરૂ કરાયા છે. જો કે, કેટલીક જગ્યાએ આરોગ્ય કર્મચારીઓ બેદરકારી દાખવતા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બે મહિના અગાઉ મૃત્યુ પામેલા બે લોકોને રસી આપી તેમને રસીકરણના મેસેજ પણ કર્યા હોવાની ઘટના બની છે.
મુત્યુ પામેલાને વેક્સિનનો મેસેજ આવતા ગ્રામજનો પણ ચોંકી ઉઠયા