લાંબા વિરામ બાદ બપોરના સમયે બનાસકાંઠામાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. અમીરગઢ, ઇકબાલગઢ , પાલનપુર ,ડીસા ,ધાનેરા, થરાદ ,વાવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં જ એકંદરે વરસાદ અન્ય જિલ્લાઓ કરતા ઓછો પડ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી - ધરતીપુત્રો વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા છે.
બનાસકાંઠાઃ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં લોકોએ બફારાથી હાશકારો અનુભવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી
જ્યારે સામાન્ય વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, તેમજ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઇ થતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને હજુ પણ વધુ સારો વરસાદ થાય તે માટે ધરતીપુત્રો વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા છે.