- આજથી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 6 થી 8 ના કલાસ શરૂ
- સરકારની ગાઈડ-લાઈન મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
- શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
બનાસકાંઠાઃકોરોનાના કારણે છેલ્લા 11 માસથી બંદ પડેલી શાળાઓ આજથી શરૂ થઈ છે, ત્યારે આજે ડીસામાં સરકારની SOP મુજબ શાળાના સંચાલકોએ વાલીઓના સંમતિપત્ર મેળવી બાળકોની થર્મલ ગનથી તપાસ કર્યા બાદ સેનેટાઈઝર કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આજથી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 6 થી 8 ના કલાસ શરૂ
માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર દ્વારા લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલી લોકડાઉનની ઘોષણાને પગલે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંકુલો પણ બંદ કરી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ સમય જતાં શરતોને આધીન લોકડાઉનમાંથી લોકોને મુક્ત કરી સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સરકારની આ પ્રક્રિયા દરમિયાન પણ શાળાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હોતી, ત્યારબાદ દિવાળીના તહેવારો પણ પૂરા થઈ ગયા હતા અને લગભગ 11 માસ સુધી ગુજરાતમાં શાળાઓ બંદ હતી, ત્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસના બગડે તે માટે આજથી શાળાઓ શરૂ કરવાનો હુકમ કર્યો છે.