- બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ
- આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો EVM આગળ પહેરો
- મતગણતરી શરૂ ન થાય ત્યાં સુધી આપના કાર્યકર્તાઓનો રહેશે પહેરો
બનાસકાંઠા : જિલ્લામાં રવિવારના રોજ 3 નગરપાલિકાની ચૂંટણીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ડીસા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીનું 60 ટકા જેટલું મતદાન થયું છે. સવારથી જ નગરપાલિકાની ચૂંટણીને લઈ દરેક પક્ષના ઉમેદવારો અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જેને લઇને સાંજ સુધીમાં ડીસા નગરપાલિકાના 11 વૉર્ડની ચૂંટણીમાં 60 ટકા જેટલું મતદાન થયું હતું. જે મતદાન મેગા સિટી મતદાન કરતા પણ વધારે હતું. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, ડીસામાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ ઉત્સાહભેર મતદાનનો અધિકાર નિભાવ્યો હતો. ડીસાના તમામ 11 વૉર્ડમાં સાંજે 6 કલાક સુધીમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને મતદાન પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ EVMને સીલ કરી ડીસાની એસીડબલ્યુ સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.