ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરના યુવાનની અનોખી સેવા, 9 હજાર સાપનું સુરક્ષિત રેસ્ક્યૂં કર્યુ - A young man from Palanpur did a snake rescue

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રહેતા નીરવ પુરોહિત ઉર્ફે (રઘુ) નામના યુવકે પાલનપુર સહીત આસપાસના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારમાં નીકળતા સાપ સહીત ઝેરી જીવજંતુઓના જીવ બચાવવાં નીર્ધાર કરી ફ્રી માં સાપનું રેસ્કયૂ કરવાનું કાર્ય શરૂ કર્યુ છે. આ યુવકે 9000 થી વધુ સાપ તેમજ ઝેરી જીવજંતુઓનું રેસ્કયૂ કરી આસપાસમાં આવેલા જંગલ વિસ્તારોમાં મુક્ત કર્યા છે.

9 હજાર સાપનું સુરક્ષિત રેસ્ક્યૂં કર્યુ
9 હજાર સાપનું સુરક્ષિત રેસ્ક્યૂં કર્યુ

By

Published : Nov 22, 2020, 5:33 PM IST

  • પાલનપુરના યુવાનનું અનોખું સેવાકાર્ય
  • યુવાને 9 હજાર સાપનું રેસ્ક્યૂં કર્યુ
  • આજના મોજ-શોખ કરતા યુવાનો માટે પ્રેરણારૂપ

બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુરમાં રહેતા નીરવ પુરોહિત ઉર્ફે (રઘુ) નામના યુવકે પોતાની 25 વર્ષની ઉમરમાં જ પાલનપુર સહીત આસપાસના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારમાં નીકળતા સાપ સહીત ઝેરી જીવજંતુઓના જીવ બચાવવાં નીર્ધાર કરી ફ્રી માં સાપનું રેસ્ક્યૂ કરવાનું કાર્ય કર્યું છે. યુવક દ્વારા શરૂ કરાયેલું આ સેવા કાર્ય ટૂંક સમયમાં જ વટ વૃક્ષની જેમ સમગ્ર શહેર સહીત આસપાસના વિસ્તારમાં પ્રસરી ગયું હતું. આજે શહેરના કોઈ પણ વિસ્તારમાં સાપ કે ઝેરી જીવજંતુ કોઈની નજરે પડે તો લોકો આ રઘુ નામના યુવકને ફોન કરે છે અને સેવાભાવી રઘુ પણ ફોન આવતાની સાથે જ પોતાની ટીમ સાથે પહોંચી જાય છે. આ યુવક પોતાની પાસે રહેલી સ્ટિક સહિતના સાધનોનો ઉપયોગ કરી સાપનું આસાનીથી રેસ્ક્યૂં કરે છે.

9 હજાર સાપનું સુરક્ષિત રેસ્ક્યૂં કર્યુ

ખિસકોલી, કુતરા સહિતના જીવોની પણ કરે છે સેવા

છેલ્લા 7 વર્ષના સમય ગાળામાં રઘુ તેમજ તેની ટીમે શહેર સહીત આસપાસના વિસ્તારમાથી 9000થી વધુ સાપ તેમજ ઝેરી જીવજંતુઓનું રેસ્ક્યૂ કરી આસપાસ આવેલા જંગલ વિસ્તારોમાં મુક્ત કર્યા છે. રઘુ સાપની સાથે સાથે ખિસકોલી, કુતરા સહિતના જીવોની પણ સેવા કરી રહ્યો છે. પાલનપુરના આ યુવાનની સેવા જોઈ અન્ય યુવાનો પણ પ્રેરણા લઈ પ્રાણીઓની સેવા કરે તેમ રઘુએ જણાવ્યું હતું. ખાસ કરીને જે લોકો પ્રાણીઓને હેરાન કરે છે, તેવા લોકો માટે હાલ આ યુવક પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.

9 હજાર સાપનું સુરક્ષિત રેસ્ક્યૂં કર્યુ

પૈસા લીધા વગર ફ્રી માં કરે છે સેવા

આજકાલના યુવાનો માત્ર મોજ-શોકની દુનિયામાં પોતાનું જીવન જીવતા હોય છે. ખાસ કરીને આજના યુવાનો સૌથી વધુ મોબાઈલની દુનિયામાં વધારે જોવા મળે છે, ત્યારે આ ઉંમરે પાલનપુરના યુવાને મોબાઈલ અને મોજશોકની દુનિયાથી દૂર રહી પ્રાણીઓને બચવવાનું કાર્ય શરૂ કર્યું છે. પાલનપુરના આ યુવાને તમામ ઘાયલ પશુ-પક્ષીઓની પૈસા લીધા વગર ફી માં સેવા કરી રહ્યો છે. રાત હોય કે દિવસ કોઈ પણ સમયે રઘુને કોલ આવતાની સાથે જ તે સેવા કરવા માટે પહોંચી જાય છે.

9 હજાર સાપનું સુરક્ષિત રેસ્ક્યૂં કર્યુ

પ્રાણીઓને પ્રેમ આપવા યુવકની અપીલ

આજકાલ લોકો સૌથી વધુ અત્યાચાર પ્રાણીઓ અને પશુઓ પર કરતા નજરે પડી રહ્યા છે. આજે મોટાભાગના શહેરોમાં કતલખાનાઓ ચાલી રહ્યા છે અને દરરોજ મોટી સંખ્યામાં પશુઓને હલાલ કરવામાં આવે છે, ત્યારે આ યુવાને લોકોને અપીલ કરી હતી કે, પ્રાણીઓ અને પશુઓ પણ આપણા મિત્ર છે. એમનામાં પણ આપણી જેમ જીવ રહેલો છે, ત્યારે આપણી ફરજ બને છે કે, આપણે દરેક પ્રાણીઓને બચાવીએ.

પાલનપુરના યુવાનની અનોખી સેવા, 9 હજાર સાપનું સુરક્ષિત રેસ્ક્યૂં કર્યુ

ABOUT THE AUTHOR

...view details