સમગ્ર ભારત દેશના તમામ રાજ્યોમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારે તમામ મતદારોમાં પોતાના ઉમેદવારને ચૂંટણીમાં જીતાડવા માટે ઉત્સુકતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીપંચ દ્વારા તમામ તાલુકાઓના મતદારો આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વિપપ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠામાં મતદાન જાગૃતિ અંતર્ગત સ્વિપ પ્રયોગનું આયોજન - Gujarat news
બનાસકાંઠાઃ સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ મતદાર મતદાન કર્યા વગર રહી ન જાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારોને સમજણ પૂરી પાડવામાં આવી રહી છે.
જેમાં ડીસાના નાયબ કલેક્ટર એચ. એમ. પટેલ દ્વારા સ્વિપના પ્રયોગ થકી લોકોમાં જાગૃતિ આવે તે માટેની સમજણ પૂરી પાડવામાં આવી હતી. તે ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં તમામ લોકો મતદાન કરે તે માટેની પણ અપીલ કરવામાં આવી હતી.
શુક્રવારે મતજાગૃતિ માટે સ્વિપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો 'મારો મત મારા ઉમેદવારને', 'હું મતદાન કરીશ અને અન્ય મતદારોને પણ મતદાન કરાવીશ' જેવા સ્લોગનો પર ફોટાઓ પડાવી લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા હતા. ત્યારે આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં તમામ લોકો પોતે પણ મતદાન કરશે અને પોતાના ગામના તમામ મતદારોને પણ મતદાન કરાવશે તેવું જણાવ્યું હતું.