ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદ ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠાઃ જિલ્લાની સરહદી વિસ્તાર થરાદમાંથી બહાર જતો સરકારી રેશનનો જથ્થો ઝડપાયો હતો. જેમાં એક જીપ સહિત 1,45,000ના મુદ્દામાલને અટકાવીને હેરફેરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો
થરાદ ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

By

Published : Jan 3, 2021, 10:43 PM IST

  • બનાસકાંઠાના સરહદી થરાદમાંથી ગેરકાયદેસર ઘઉં, ચોખાનો જથ્થો ઝડપાયો
  • સરકારી રાશનને જથ્થો ઝડપાયો
  • 1,45,000ના મુદ્દામાલને અટકાવીને હેરફેરી કરનાર ઇશમ સામે કાયદેસરની કાર્યવાહી

બનાસકાંઠાઃ જિલ્લાની સરહદી વિસ્તાર થરાદમાંથી બહાર જતો સરકારી રેશમનો જથ્થો ઝડપાયો હતો. ભુજના આર.આર.સેલ વિસ્તારમાં પેટ્રોલિગ દરમિયાન સરકારી જથ્થો ભરેલી રાજસ્થાન જઇ રહેલી એક જીપમાં 1,45,000ના મુદ્દામાલને અટકાવીને હેરફેરી કરનાર ઇશમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સરકારી રેશનનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠાના સરહદી થરાદમાંથી બાહાર જતો સરકારી રેશનનો જથ્થો ઝડપાયો હતો. IGP જે.આર મોથલીયા સરહદી રેન્જના માર્ગદર્શન હેઠળ ભુજ રેન્જની પોલીસ ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન થરાદના સાચોર રોડ પર એક શંકાસ્પદ મહિન્દ્રા પિકપડાલુ પસાર થઈ રહ્યુ હતું. તેને રોકી તેની તપાસ કરવામાં આવતા તેમાં ઘઉં અને ચોખાનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. આ અંગે ચાલકની પૂછ પરછ કરતા સરકાર દ્વારા ગરીબ કાર્ડ ધારકોને આપવામાં આવતું સસ્તું અનાજ ઘઉં અને ચોખા હોવાની કબૂલાત કરતા પોલીસ દ્વારા 45,000ની કિંમત 15 બોરી ઘઉં અને 30 બોરી ચોખા મળીને કુલ 45 બોરી અનાજનો જથ્થો અને એક લાખનું પીકપ ડાલું મળીને કુલ 1,45,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

થરાદ ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

1,45,000 નો મુદામાલ ઝડપાયો

બનાસકાંઠાના સરહદી થરાદમાંથી સરકારી અનાજનો 45 જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ હતી. જેમાં કાર્ડ ધારકોના 15 બોરી ઘઉં અને 30 બોરી ચોખાનો જથ્થો સગેવગે કરનાર 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી 1,45 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. તેમજ પીકપ ચાલક ખુમાનસિંહ ભુરસિંહ સોઢા આપનાર લુણાભાઈ સુથાર વિરોધ થરાદ પોલીસ મથકે સીઆરપીસી કલમ 102 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા થરાદ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details