ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા ST કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ - કોવિડ-19

કોરોના વાઇરસની મહામારીમાં પણ ગુજરાતમાં ST કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ બસ સેવા દરમિયાન મૃત્યુ પામેલા તમામ ST કર્મચારીઓને આજે ગુરૂવારે બનાસકાંઠા ST વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા ST કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ
કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા ST કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

By

Published : May 20, 2021, 8:37 PM IST

  • ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીનો કહેર યથાવત
  • કોરોના મહામારીમાં અનેક ST કર્મચારીઓના મૃત્યું થયા
  • બનાસકાંઠા ST વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠાઃસમગ્ર ગુજરાતમાં બે મહિના સુધી કોરોના વાઇરસની મહામારીએ આંતક મચાવ્યો હતો. વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે સમગ્ર ગુજરાતની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી. જેના કારણે અનેક દર્દીઓને સમયસર સારવાર ન મળતાં મોતને ભેટયા હતા. બીજી તરફ કોરોના વાઇરસની મહામારી એટલું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક લોકોને ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે હાલાકી ભોગવવી પડી હતી.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા ST કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

આ પણ વાંચોઃ ગોંડલ ST ડેપોના 110 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાયો, 5 કર્મચારી કોરોના સંક્રમિત

કોરોના કાળમાં ફરજ બજાવતા ST કર્મચારીઓના થયા મોત

કોરોના વાઇરસની મહામારીમાં રોજેરોજ ST સેવા શરૂ કરી હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ યાત્રીઓને સુરક્ષિત લઈ જવા માટે કોરોના વાઇરસની મહામારીમાં રાત-દિવસ ST કર્મચારીઓ ST.બસ ચલાવતા હતા. સતત વધતા જતા કોરોના વાઇરસના કેસ વચ્ચે પણ તમામ ST બસના કર્મચારીઓ ફરજ પર હાજર રહી. કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં અનેક ST કર્મચારીઓ આ મહામારીના ઝપેટમાં આવ્યા હતા એટલું જ નહીં અનેક ST કર્મચારીઓ કોરોના મહામારીમાં મોતને પણ ભેટ્યા હતા. સમગ્ર ગુજરાતમાં 150થી પણ વધુ ST કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.

બનાસકાંઠા ST વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

ગુજરાતમાં લોકોને સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચાડવા માટે જે ST વિભાગના કર્મચારીઓ રાત દિવસ ST બસની સેવા પૂરી પાડતા હતા તેમાં અનેક ST કર્મચારીઓ આ સેવા દરમિયાન કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા હતા. જેના કારણે અનેક ST બસના કર્મચારીઓ મોતને પણ ભેટ્યા હતા. આજે બનાસકાંઠા જિલ્લા ST વિભાગના કર્મચારીઓ દ્વારા આ તમામ ST કર્મચારીઓની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ST બસમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી કોરોના વાઇરસની મહામારીમાં મૃત્યુ પામેલા ST કર્મચારીઓના પરિવારને આ આફત સામે લડવાની તાકાત મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ ST તંત્રે પોતાના કર્મચારીઓને આપી કોરોના ટાળવાની તાલીમ

ABOUT THE AUTHOR

...view details