- બનાસકાંઠામાં ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો
- ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
- કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ
બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મહિલાઓ પર અત્યાચાર, હત્યા, આત્મહત્યા જેવા ગંભીર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં હાલમાં લોકો નજીવી બાબતમાં હત્યા કરી રહ્યા છે. તો ક્યાંક પ્રેમમાં ફસાઈ જઈ યુવક યુવતીઓ આત્મહત્યાની ઘટના તરફ જઈ રહ્યાં છે. તો ક્યાંક પોતાના પર પૈસાનું દેવું થઈ જતા મોત વ્હોરી રહ્યાં છે.
ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા ચર્ચા વિચારણા કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધતાં જતાં ગુનાહિત આ પ્રવૃતિને અટકાવવા માટે આજે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેખાઈએ આજે બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અવારનવાર બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ને કઈ રીતે અટકાવી તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહિલાઓ પર વધતાં જતા અત્યાચારો કેવી રીતે અટકાવવા તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.આ બેઠકમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈ,બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ,બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ તેમજ અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.