બનાસકાંઠા જિલ્લામાં વસતા મારવાડી માળી સમાજ ધાર્મિક અને આસ્થા સાથે જોડાયેલું છે. ત્યારે માળી સમાજના ગેલોત પરિવાર તેમજ જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં ગુરૂવારના રોજ ભક્તો બાણેશ્વરી માતાજીના પગપાળા સંઘમાં જવા માટે રવાના થયા હતા. આશા ગામ ડીસાના દાનવીર ગણાતા અને માળી સમાજના આગેવાનના ઘરેથી ધારાસભ્ય શશીકાંત પંડયાએ લીલીઝંડી આપી આ સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સંઘમાં ભક્તો 10 દિવસ ચાલશે ત્યારે ચિત્તોડગઢ ખાતે પહોંચશે. આ સંઘમાં રોજેરોજ ભક્તો દ્વારા ભજન સંધ્યા અને ધાર્મિક પ્રવચનના કાર્યક્રમો પણ કરવામાં આવશે. નીકળવા પાછળનો હેતુ સમાજમાં ધાર્મિક અને ધર્મનો ભાવ વધે સાથે સાથે નવી પેઢી પણ ધર્મ અને ધાર્મિકનો ભાવ વધે તે હેતુથી કરવામાં આવી હતી.
ડીસાથી માળી સમાજના 1000 પદયાત્રીઓનો સંઘ ચિત્તોડગઢ જવા રવાના - બનાસકાંઠા ન્યૂઝ
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાંથી માળી સમાજના કેટલાક પરિવાર દ્વારા કુળદેવી માતાના સંઘનું પ્રસ્થાન થયું હતું. આ સંઘ ચિત્તોડગઢ ખાતે બિરાજમાન બાણેશ્વરી માતાજીના ધામમાં જવા માટે રવાના થયા હતા. જોકે આ સંઘ નિકાળવાનો હેતુ માળી સમાજમાં ધાર્મિકતા વધે અને નવી પેઢી પણ ધાર્મિકતાનું મહત્વ સમજે અને સમાજની રક્ષા અને પરિવારની રક્ષા માતાજી કરે તે હેતુથી આ સંઘ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
ગેલોત પરિવાર અને સમાજની રક્ષા બાણેશ્વરી માતા કરે તે હેતુથી હજારો મહિલાઓ પુરૂષ યુવાનો પગપાળા સંઘ નીકળી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. આજે નીકળેલા સંઘમાં ઝલક પરિવાર અને સમાજ દસ દિવસ ચાલી ચિત્તોડગઢ જશે અને બાણેશ્વરીને પ્રાર્થના કરશે કે, સમાજની રક્ષા કરે સમાજ આજના યુગમાં ધર્મ વિશે જાણતો થાય અને નવી પેઢી ધાર્મિકતા તરફ વળે તે હેતુથી કરવામાં આવ્યો હતો.
આજે નીકળેલા આ સંઘમાં માળી સમાજ અને ગરીબ પરિવારના જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા સંઘમાં જોડાયા હતા અને દિસામાંથી પસાર થયેલા સંઘનું ટ્રેનમાં સ્વાગત કરાયું હતું અને સમગ્ર ડીસાનુ વાતાવરણ ધાર્મિક ભક્તિમાં રંગાઈ ગયું હતું.