બનાસકાંઠાના ડીસામાં આવેલા માર્કેટયાર્ડ આવકની દ્રષ્ટિએ ગુજરાતમાં ત્રીજો નંબર ધરાવે છે. આટલી મોટી આવક ધરાવતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બાજાર સંચાલિત માર્કેટયાર્ડમાં ભૂતકાળમાં ત્રણ વાર આગાની મોટી દુર્ઘટનાઓ બની હતી. ત્રણ-ત્રણ વાર આગની ચપેટમાં આવેલા આ યાર્ડમાં રહેલું ફાયર ફાઈટર અપડેટ કરવાને બદલે તેની વેચી મારવામાં આવ્યું છે.
બનાસકાંઠા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફાયર ફાઈટર વિકસાવવાની માગ - Marketing Yard
બનાસકાંઠાઃ ગુજરાતમાં આવકની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સ્થાન ધરાવતી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભૂતકાળમાં ત્રણ-ત્રણ વાર આગની મોટી ઘટના બની છે. અહીં પહેલાં જે ફાયર ફાઈટર હતું તે APMC દ્વારા વેચી નાખવામાં આવ્યું છે. ત્યારે ફરીથી ફાયર ફાઈટર વિકસાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
hd
ભવિષ્યમાં યાર્ડમાં આગની ઘટના બને તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. ત્યારે ડીસા APMCમાં વેપાક કરતાં વેપારીઓએ ડીસા APMCમાં નવીન ફાયર ફાઈટર વિકસાવવાની માગ કરી છે. આ અંગે APMCના સેક્રેટરીએ જણાવ્યું કે, ડીસા APMC પાસે જે ફાયર ફાઈટર હતું તેનો મેઈન્ટેન્સ ખર્ચ વધુ આવતો હોવાના લીધો તેની હરાજી કરી વેચાણ કરવામાં આવ્યું હતું.