ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાંથી રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા - બનાસકાંઠા પોલીસ

રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ મામલે આજે શનિવારે બનાસકાંઠા જિલ્લા LCBની ટીમે ડીસા પાસેથી 8 શખ્સોને ઝડપી પાડયા છે. અમદાવાદથી ઈન્જેકશન વેચવા માટે આવેલા અને ખરીદવા માટે આવેલા 8 શખ્સોની ટોળકીને પોલીસે ઝડપી તેમની પાસેથી 2 ઇન્જેક્શન, 2 કાર સહિત કુલ 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીસામાંથી રેમડેસીવર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા
ડીસામાંથી રેમડેસીવર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા

By

Published : May 1, 2021, 8:45 PM IST

Updated : May 1, 2021, 10:13 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછત
  • ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછતના કારણે અનેક દર્દીઓના મોત
  • બનાસકાંઠા જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયું
  • રેમડેસીવીર ઇન્જેક્શનનું કૌભાંડ કરનારા સામે કડક કાર્યવાહી કરવા માગ
    ડીસામાંથી રેમડેસીવર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા

બનાસકાંઠાઃ અત્યારે કોરોના મહામારીના સમયમાં દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. જેના કારણે કેટલાક લાલચી લોકો આવા સમયમાં પણ ઇન્જેક્શનનું કાળા બજાર કરી રહ્યા છે. જે બાબતે બનાસકાંઠા જિલ્લા LCBની ટીમને પણ ધ્યાને આવતા જ તેમણે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને આજે શનિવારે અમદાવાદથી હર્ષ ઠક્કર નામનો યુવક ડીસામાં કેટલાક લોકોને ઇન્જેક્શન વેચવા માટે આવતો હોવાની માહિતી મળતા વોચ ગોઠવી હતી. આ દરમિયાન ડીસાના ભોયણ પાસે અમદાવાદથી આવેલા હર્ષ ઠક્કર અને તેના સાગરીતો અને ડીસાથી ઇન્જેક્શન ખરીદવા માટે આવેલા લોકો મળી કુલ 8 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે આ બાબતે પૂછતાં તે જરૂરિયાતમંદ કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓને ટાર્ગેટ કરી 900 રૂપિયામાં આવતું ઇન્જેક્શન કાળા બજાર કરી 30,000 રૂપિયામાં વેચાતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રેમડેસીવીર ઇન્જેક્શન અને 2 કાર સહિત કુલ 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ

જિલ્લામાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછત

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કહેરમાં વધારો થઈ રહ્યો છે. લોકોના વધેલા સંક્રમણના કારણે દિવસેને દિવસે કોરોના વાઇરસના દર્દીઓથી ખાનગી અને સરકારી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વધતા જતા કોરોના વાઇરસના દર્દીઓના કારણે હાલમાં ઓક્સિજન અને ઇન્જેકશનની મોટી અછત સર્જાઇ રહી છે. સતત ઓક્સિજનની અછતના કારણે અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓના મોત પણ નીકળી ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ સૌથી વધુ કોરોના વાઇરસના કેસ ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે, ત્યારે આવા સમયે ઓક્સિજન અને ઇન્જેકશનના કાળા બજાર કરતા લોકો સામે આવી રહ્યા છે. આ અગાઉ પણ અમદાવાદથી ઇન્જેક્શન કાળા બજાર કરતા લોકો ઝડપાયા હતા જે બાદ આજે વધુ 8 લોકો ડીસામાંથી ઈન્જેક્શનની કાળા બજારી કરતા ઝડપાયા છે. એક તરફ દર્દીઓને બચાવવા માટે તેના સગાઓ ઓક્સિજન અને ઇન્જેક્શન મેળવવા આમ તેમ દોડ લગાવી રહ્યા છે, ત્યારે આવા સમયનો લાભ ઉઠાવી લોકો કાળા બજાર કરી રહ્યા છે. ખરેખર આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં ઇન્જેક્શનના કાળા બજાર કરતા લોકો બંધ થઈ શકે તેમ છે.

ઝડપાયેલા લોકોના નામ

  1. ઇશ્વરભાઇ શંકરભાઇ લુહાર રહે.ઘેસડા તા.થરાદ
  2. ભેમજીભાઇ વનાભાઇ ચૌધરી રહે.ઘેસડા તા.થરાદ
  3. આશારામભાઇ શંકરભાઇ લુહાર રહે.ઘેસડા તા.થરાદ
  4. કીરણભાઇ પોપટભાઇ લુહાર રહે.ચાંદરવા તા.વાવ તથા રેમડેસીવીર ઇન્જેકશનનોનુ વેચાણ કરનાર
  5. હર્ષ લેખરાજભાઇ ઠક્કર રહે.મ.નં.કે/206 વસંતનગર ટાઉન શીપ ગોતા અમદાવાદ શહેર મુળ રહે. 65 મંગળપાર્ક રીલાયંન્સ પેટ્રોલ પંપની પાછળ ડીસા
  6. હરેશભાઇ મહેન્દ્રભાઇ માળી રહે.મ.નં.જે/004 વસંતનગર ટાઉન શીપ ગોતા અમદાવાદ શહેરમુળ રહે.જોધપુરીયા ઘાણી માલગઢ તા.ડીસા
  7. આકાશભાઇ છગનભાઇ દેસાઇ રહે.મ.નં.1442 ભગવતીનગર વસંતનગર ટાઉન શીપ ગોતા અમદાવાદ
  8. પવનભાઇ હરીઓમનાથ યોગી રહે.મ.નં.એલ/3632 ભગવતીનગર વસંતનગર ટાઉન શીપ ગોતા અમદાવાદ
Last Updated : May 1, 2021, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details