ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના અંબાજીમાં પોલિયોની રસી આપવા 8 બૂથ ઉભા કરાયા - માન સરોવર

દેશભરમાં નેશનલ પલ્સ પોલિયો ઈમ્યુનિઝેશન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ જેટલા બાળકોને પોલિયોની રસી પીવડાવાનો લક્ષ્યાંક આંકવામાં આવ્યો છે.

બનાસકાંઠાના અંબાજીમાં પોલિયોની રસી આપવા 8 બૂથ ઉભા કરાયા
બનાસકાંઠાના અંબાજીમાં પોલિયોની રસી આપવા 8 બૂથ ઉભા કરાયા

By

Published : Feb 2, 2021, 8:34 AM IST

  • બનાસકાંઠાના અંબાજીમાં પોલિયોની રસી આપવા 8 બૂથ ઉભા કરાયા
  • બનાસકાંઠામાં રવિવારથી જ પોલિયો અભિયાન શરૂ કરી દેવાયું છે
  • બનાસકાંઠામાં 5 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો લક્ષ્યાંક

બનાસકાંઠાઃ કોરોના મહામારીને લઈ લાંબા વિરામ બાદ ફરી એક વાર પોલિયોની રસી પીવડાવવાની શરુઆત રવિવારથી કરી દેવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરાયેલા વિવિધ બુથો ઉપર 5 વર્ષ સુધીના બોળકોને રસી પીવડાવવામાં આવી રહી છે. આ ઉભા કરાયેલા અલાયદા બૂથ ઉપર ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ પણ સહયોગી બની હતી.

બનાસકાંઠાના અંબાજીમાં પોલિયોની રસી આપવા 8 બૂથ ઉભા કરાયા

અંબાજીમાં પોલિયોની રસી આપવા 8 બૂથ ઉભા કરાયા

યાત્રાધામ અંબાજીમાં પણ બાળકોને પોલિયોની રસી અપાવવા માટે 8 બૂથ શરૂ કરાયા છે, જેમાં નાના બાળકોને રસી પીવડાવાવાની શરુઆત કરવામાં આવી હતી. અંબાજીમાં માન સરોવર, મંદિર, બસ સ્ટેન્ડ જેવા સ્થળ પર પણ વિશેષ બૂથ ઉભા કરાયા હતા.

બનાસકાંઠાના અંબાજીમાં પોલિયોની રસી આપવા 8 બૂથ ઉભા કરાયા
અંબાજીમાં માનસરોવર, મંદિર, બસ સ્ટેન્ડ જેવા સ્થળો પર વિશેષ બૂથ ઉભા કરાયા

આ કાર્યક્રમ દરમિયાન બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય કર્મચારીઓ અને સ્વયં સેવકો કુલ 6,62,242 ઘરની મુલાકાત લેશે અને જે પણ બાકી રહી ગયા છે તેવા બાળકોને પોલિયોની રસી પીવડાવશે.

ABOUT THE AUTHOR

...view details