- પાલનપુરમાં બાકી વેરાની વસૂલાત માટે 3 દુકાનો સીલ
7 દુકાનોનો 87 હજાર જેટલો વેરો સ્થળ પર વસૂલાયો
61,000 વેરો બાકી રહેતા 3 દુકાનો સીલ
પાલનપુરઃ પાલનપુર નગરપાલિકાએ બનાસકાંઠા જિલ્લાની સહુથી મોટી નગરપાલિકા છે,જેના હસ્તકની 12,000થી અધિક દુકાનોને લીઝ પર ભાડાપટ્ટાથી આપવામાં આવેલી છે. પરંતુ મોટાભાગના દુકાનદારોનું લા્ખો રૂપિયાનું ભાડું બાકી છે,ત્યારે પાલિકા તંત્રે હવે આવા બાકીદારો સામે લડક કાર્યવાહી હાથ ધરી છે.પાલિકાની વેરા વસુલાત ટીમે શહેરમાં 61,000નો વેરો બાકી હોવાથી ત્રણ દુકાનોને સીલ કરી છે,જ્યારે અન્ય 7 દુકાનોના લીઝધારકોએ 87,000ની રકમ સ્થળ પર જ જમાં કરાવતાં તેમની દુકાનોને સીલ કરવાની કાર્યવાહી સ્થગિત રખાઈ છે. પાલિકા ટીમની આ કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે,આ ઉપરાંત પાલિકાની વેરા વસૂલાત વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ આવનાર દિવસોમાં પણ આજ પ્રકારે બાકીદારો સામે કડક કાર્યવાહી કરાશે.
પાલનપુર નગરપાલિકા દ્વારા 3 દુકાનો સીલ કરાતાં બાકીદારોમાં ફફડાટ - businessman
પાલનપુર નગરપાલિકામાં વર્ષોથી લીઝ પર આપેલ દુકાનોના વેરા બાકી છે. અનેકવારની નોટિસો બાદ પણ વેરો નહીં ભરાતાં આખરે પાલિકાએ આજે 3 દુકાનો સીલ કરી છે. તેમજ 7 દુકાનો પાસેથી સ્થળ પર જ 87,000 રુપિયાનો દંડ વસૂલ કરતાં બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.
પાલનપુર નગરપાલિકા દ્વારા 3 દુકાનો સીલ કરાતાં બાકીદારોમાં ફફડાટ
Last Updated : Mar 5, 2021, 8:34 PM IST