બનાસકાંઠા:બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના કારણે મોટા પ્રમાણમાં માદક પદાર્થોની હેરાફેરી થતી હોય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ચરસ, વિદેશી દારૂ અને ગાંજાનું સૌથી વધુ હેરાફેરી થતી હોય છે પરંતુ કેટલીક વાર પોલીસને મળતી માહિતીના આધારે મોટા પ્રમાણમાં આવા માદક પદાર્થો સાથે આરોપીઓને પોલીસ ઝડપી પાડતી હોય છે. SOG પોલીસે શિહોરી વિસ્તારમાંથી ત્રણ કિલોથી વધુ ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Banaskantha News: બલચપુર ગામનાં આશ્રમમાંથી ચરસ ઝડપાયું, 11.73 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝબ્બે - મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝબ્બે
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બલચપુર ગામમાં આવેલ આશ્રમમાંથી ચરસના જથ્થા સાથે પૂજારી અને અન્ય એક વ્યક્તિની બાતમીના આધારે એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં એસઓજી પોલીસે હાલ આ બંને વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published : Aug 27, 2023, 9:04 AM IST
3 કિલો ચરસ ઝડપાયું:કાંકરેજ તાલુકાના બલોચપુર ગામે આશ્રમમાં ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો પડ્યો હોવાની પાલનપુર એસઓજી પોલીસને માહિતી મળી હતી. જેથી વહેલી સવારે એસ ઓ જી પોલીસ બાતમી વાળી જગ્યા પર પહોંચી હતી જ્યાં બલોચપુર ગામ ખાતે આવેલ આશ્રમમાં રેડ કરતા એસ.ઓ.જી પોલીસને આશ્રમના રૂમમાંથી ચરસના 20 સ્ટીકો મળી આવી હતી. જે દરમિયાન પોલીસે આશ્રમમાં તપાસ હાથ કરતા આશ્રમની દિવાલ નજીક દાટેલી વધુ 247 જેટલી ચરસની સ્ટીકો મળી આવી હતી. જેથી એસઓજી પોલીસે આશ્રમ પર હાજર પૂજારી દયાલગીરી ગોસ્વામી તેમજ તેમની સાથે રોકાયેલા યુપીના મથુરાના રાજવીરસિંહ જાટ નામના વ્યક્તિની અટકાયત કરી હતી.
'આ સમગ્ર ચરસ નેટવર્કમાં પોલીસ તપાસ દરમિયાન રાજવીરસિંહ ઝાટ પાસેથી આર્મીમેનનું આઈકાર્ડ સહિત આર્મી લખેલી કાર પણ મળી આવી હતી. જેથી પોલીસે આ સમગ્ર મામલે ચરસ કુલ કિંમત 11.73 લાખના મુદ્દા માલ જપ્ત કરી બંને આરોપીઓને જેલ હવાલે કર્યા છે. એસઓજી પોલીસે હાલ આ બંને આરોપીઓની અટકાયત કરી આ ચરસનો માલ કેટલા સમયથી લાવવામાં આવતો હતો અને કોની પાસેથી લાવવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.'-એસ.આર માનવર, ASP