બનાસકાંઠામાં થરાદના નાગલા ગામ પાસે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતુ. GCB મશીન દ્વારા કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મોડી રાત્રે અચાનક ભેખડ ધસતા 2 મજૂરો દબાઈ ગયા હતા.
બનાસકાંઠાના થરાદમાં ભેખડ પડતા 2ના મોત - gujaratinews
બનાસકાંઠા: થરાદના નાગલા ગામ નજીક અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનના કામકાજ દરમિયાન ભેખડ ધસી પડતા બે મજુરોના કરૂણ મોત થયા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી હાથ ધરી હતી.
બનાસકાંઠાના થરાદમાં ભેખડ પડતા 2ના મોત
આ ઘટના બનતા જ અન્ય કામ કરતા મજૂરો અને આસપાસના લોકોએ મજૂરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ 8 ફૂટથી વધુ ઊંડાઈ વાળા ખાડામાં દબાઈ જતાં અને શ્વાસ રૂંધાઇ જતાં ખેતપુરી ગોસ્વામી અને રમેશ જોશી નામના બન્ને મજુરોના કરૂણ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બન્ને મૃતકોની મૃતદેહ બહાર કાઢી પૉસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવી હતી.