ગુજરાત

gujarat

ETV Bharat / state

ATM માં પૈસા ઊપાડવા ગયેલા પટ્ટાવાળા સાથે 18 હજારની છેતરપીંડી કરી યુવતી ફરાર

બનાસકાંઠાઃ ડીસામાં અજાણી યુવતીએ સરકારી હોસ્પિટલના પટ્ટાવાળાનું ATM કાર્ડ સિફતાઈપૂર્વક બદલી તેના ખાતામાંથી 18,300 રૂપિયા ઉપાડીને છેતરપીંડી કરી છે. આ બાબતની જાણ પટ્ટાવાળાને થતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Banaskantha

By

Published : Jul 20, 2019, 7:42 PM IST

એક તરફ ટેકનોલોજી લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે, તો બીજી તરફ આ જ ટેક્નોલૉજી લોકો માટે નુકસાનરૂપ પણ નીવડે છે. હાલમાં જ ડીસાની સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા સુરેશ રાઠોડ ટેક્નોલૉજીની આડ અસરનો ભોગ બન્યો છે. આ વ્યક્તિ ગત ત્રીજી જુલાઇના રોજ ડીસાની એક બેંકના એ.ટી.એમ. પર પૈસા ઉપાડવા ગયો હતો, પરંતુ પૈસા ઉપાડતા ન આવડતા હોવાથી આ યુવકે ATMમાં આવેલી એક યુવતી પાસે મદદ માંગી અને પૈસા ઉપાડ્યા હતા. સુરેશ રાઠોડ અભણ હોવાનો ફાયદો ઊઠાવી મદદે આવેલી યુવતીએ સુરેશનું ATM બદલી બાદમાં 4 જુલાઇના રોજ 10 હજાર સુરેશના ખાતામાંથી ઉઠાવી લીધા હતા અને ત્યારબાદ 9મી જુલાઇના રોજ પ્રથમ 8 હજાર અને બાદમાં 300 રૂપિયા ઉઠાવી લીધા હતા.

ATM માં પૈસા ઊપાડવા ગયેલ પટ્ટાવાળા સાથે 18 હજારની છેતરપીંડી કરી યુવતી ફરાર

આ રીતે અજાણી યુવતીએ સુરેશ રાઠોડના ખાતામાંથી કુલ 18,300 રૂપિયાની છેતરપિંડી કરી લીધી છે. પોતાની સાથે થયેલી છેતરપિંડીથી મુશ્કેલીમાં મુકાઇ ગયેલા સુરેશ રાઠોડે આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ત્યારે આ ઘટના અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ ગંભીર બનીને બેંકના ATM સેન્ટરના CCTV ફૂટેજ લાવીને છેતરપિંડી કરનાર યુવતીને ખુલ્લી પાડવી જોઈએ જેથી ભવિષ્યમાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકાય.

ABOUT THE AUTHOR

...view details