ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતા મહત્તમ આદિવાસી વિસ્તાર હોવા છતાં તાલુકામાં 30 જેટલાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - કોવીડ કેર સેન્ટર

દેશભરમાં કોરોનાની મહામારી દિન-પ્રતિદીન વધુ પ્રસરી રહી છે. ત્યારે હવે શહેરોની સાથે કોરોના ગામડાના વિસ્તારમાં પણ પગ પેસારો કરી ચુક્યો છે. બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર ગણાય છે. છતાં તાલુકામાં 30 જેટલાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

દાંતા મહત્તમ આદીવાસી વિસ્તાર હોવા છતા પણ તાલુકામાં 30 જેટલાં પોઝિટિવ કેસો નોંધાયા
દાંતા મહત્તમ આદીવાસી વિસ્તાર હોવા છતા પણ તાલુકામાં 30 જેટલાં પોઝિટિવ કેસો નોંધાયા

By

Published : Aug 1, 2020, 8:14 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના દાંતા તાલુકામાં સતત શંકાસ્પદ લોકોના કોરોનાં ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. દાંતા તાલુકામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30 વ્યક્તીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાંથી 15 જેટલાં લોકો કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા છે. બાકીના પોઝિટિવ દર્દીઓને પાલનપુરની કોવીડ હોસ્પીટલ તેમજ હોમ કોરન્ટાઇમાં રખાયા છે. જેમને સતત સારવાર આપવામાં આવી રહી છે.

દાંતા મહત્તમ આદીવાસી વિસ્તાર હોવા છતા પણ તાલુકામાં 30 જેટલાં પોઝિટિવ કેસો નોંધાયા

જોકે અંબાજીમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાં કેર સેન્ટર બનાવવામાં આવ્યુ છે. જો તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા વધશે તો અંબાજીના કોવીડ કેર સેન્ટરનો ઉપયોગ કરાશે તેમ તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details