ગુજરાત

gujarat

ETV Bharat / state

વતનની વાટઃ અમીરગઢ તાલુકામાંથી 1294 શ્રમિકો પોતાના વતન જવા માટે રવાના... - banaskatha latest news

કોરોનાની મહામારીમાં યુપીથી ધંધો કરવા માટે આવેલા લોકો લોકડાઉનના કારણે ફસાઇ ગયા હતા અને ધંધો રોજગાર નહી મળતા તેઓની હાલત કફોડી બની ગઇ હતી. જેને લઇને રાજ્ય સરકાર પણ તેમને મદદ કરી રહી છે. જેથી હાલ લોકો પોતાના વતન જઇ શકે છે. જેથી અમીરગઢ તાલુકામાંથી 1294 શ્રમિકો પોતાના વતન જવા માટે રવાના થયા છે.

વતન જવાની વાટઃ અમીરગઢ તાલુકામાંથી 1294 શ્રમિકો પોતાના વતન જવા માટે રવાના
વતન જવાની વાટઃ અમીરગઢ તાલુકામાંથી 1294 શ્રમિકો પોતાના વતન જવા માટે રવાના

By

Published : May 8, 2020, 12:19 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં આમીરગઢ પંથકમાં વસતા 1294 જેટલા શ્રમિકોને આજે સરકારે તેમના વતન યુપી મોકલવા માટેની વ્યવસ્થા કરી હતી. તમામ શ્રમિકો પાલનપુરથી ટ્રેન દ્વારા પોતાના વતન જશે.

બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાં અનેક ઈટવાડાઓ અને પથ્થરની લીજ આવેલી છે. જેમાં યુપીના અનેક લોકો મજૂરી અર્થે આવી રોજી-રોટી કમાવવા માટે સ્થાયી થયા હતા. વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે લોકડાઉન થતા આ યુપીના શ્રમિકો અહીંયા જ ફસાઈ ગયા હતા, ત્યારે આ તમામ 1294 શ્રમિકોને સરકારે પાલનપુરથી ટ્રેન મારફતે યુપી મોકલવાની વ્યવસ્થા કતી હતી.

આ 1294 શ્રમિકો આજે આમીરગઢથી 27 બસોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરીને પાલનપુર રવાના થયા હતા.

આ તમામ શ્રમિકોનું ટેમ્પરેચર ચેક કરી બસમાં બેસાડી પાલનપુર જવા માટે રવાના કર્યા હતા અને પાલનપુરથી આ તમામ શ્રમિકો ટ્રેન મારફતે યુપી જશે.

ABOUT THE AUTHOR

...view details