બનાસકાંઠા જિલ્લો એકતરફ દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય વરસાદ થતાં ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા હતા. ત્યારે આજે સુઈગામ તાલુકાના કૂંડાળીયા ગામમાં મોડી સાંજે અચાનક વીજળી પડી હતી. જેમાં એક પશુપાલકની તમામ બકરીઓ મોતને ભેટી હતી.
બનાસકાંઠામાં વીજળી પડતાં 120 અબોલ બકરીઓના મોત
બનાસકાંઠાઃ વીજળી પડતા 120 બકરીઓના મોત થવાની ઘટના સામે આવી છે. દુષ્કાળગ્રસ્ત સુઈગમ વિસ્તારમાં અબોલ પશુઓના મોત થતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
hd
પશુપાલક વાલાભાઈ રબારીના ઘરના વાડામાં ઘરમાં 120 બકરીઓ બાંધેલી હતી, જ્યાં વીજળી પડતા બકરીઓનું કરૂણ મોત નીપજ્યુ છે. જેથી પશુપાલક માટે આભ ફાટી જવા જેવી ઘટના બની છે. બાદમાં ગામના સરપંચ પશુપાલકને ત્યાં પહોંચી સરકારી મદદની ખાતરી આપી હતી.