- મેઘરજના બેડઝ પાટિયા પાસે મોપેડ સ્લીપ થતા સર્જાયો અકસ્માત
- મોપેડ સ્લીપ થતા ચાલક યુવકનનું ઘટના સ્થળે મોત
- મેઘરજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાથધરી તપાસ
અરવલ્લી: જિલ્લાના મોડાસાના રહેવાસી મહેશભાઈ બુધવારે સવારે મેઘરજ તરફ કામ અર્થે પોતાના મોપેડ પર જઇ રહ્યા હતા. આ દરમિયાન મેઘરજના બેડઝ પાટિયા પાસે એકાએક મોપેડ સ્લીપ થતા તેઓ માર્ગ પર પટકાયા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે તેમનું મોત થયું હતું.