ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં વીજ કરંટથી યુવાનનું મોત - અરવલ્લી જિલ્લાના સમાચાર

અરવલ્લી જિલ્લામાં ગુરૂવારે લાંભ પાંચમના દિવસે વીજ કરંટથી સરડોઇ ગામના યુવકનું મોત થયું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. મૃતક યુવક પાણી પુરવઠા વિભાગના સંપ પર કામ કરી રહ્યો હતો. ઘટનાને પગલે યુવકના પરિવારજનો ઘેરા આઘાતમાં છે.

અરવલ્લી
અરવલ્લી

By

Published : Nov 19, 2020, 7:09 PM IST

  • વીજ કરંટથી સરડોઇ ગામના યુવકનું મોત
  • મૃતક યુવક પાણીપુરવઠા વિભાગમાં કરતો હતો કામ
  • મૃતકના પરિજનો ઘેરા આઘાતમાં

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ગુરૂવારે લાંભ પાંચમના દિવસે વીજ કરંટથી સરડોઇ ગામના યુવકનું મોત થયું છએ. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. મૃતક યુવક પાણી પુરવઠા વિભાગના સંપ પર કામ કરી રહ્યો હતો. ઘટનાને પગલે યુવકના પરિવારજનો ઘેરા આઘાતમાં છે.

મોડાસા તાલુકાના સરડોઇ ગામના યુવાનનું વીજ કરંટથી મૃત્યુ થયુ હતું. વિજયદીપ નરેશભાઈ નામનો આ યુવક મરડીયા નજીક આવેલા પાણી પુરવઠા વિભાગના સંપ પર બ્રેકેટ મશીનથી કામ કરી રહ્યો હતો. આ દરમિયાન વીજ કરંટ લાગતા યુવક પટકાઈ ગયો હતો. યુવકને તાબડતોડ સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર મુશ્કેલીનું આભ તૂટી પડ્યું હતું. વિજયદીપ ભાઈનું વીજકરંટથી મોત થતા સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં અવારનવાર વીજ કરંટથી મૃત્યુના બનાવો સામે આવતા હોય છે. પરંતુ લાભ પાંચમના પવિત્ર દિવસે પંથકમાં મૃત્યુનો બનાવ સામે આવતા લોકોમાં ભારે ગમગીની છવાઈ છે.

અગાઉ પણ અરવલ્લીમાં બની હતી વીજ કરંટથી મોતની ઘટના

જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકાના વેજપુર ગામમાં કુમાર છત્રાલયમાં રસોઈ કામ કરતા 40 વર્ષિય દિનેશનું વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કુમાર છાત્રાલય બહાર ઝાડ પરથી વીજ તાર પસાર થતો હતો. જેનો કરંટ લાગતા દિનેશનું મોત નિપજતા વેજપુર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details