શારીરિક રીતે અસક્ષમ બાળકોને અહીંની શાળામાં વિશેષ શિક્ષણ આપી સમાજ જીવન માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ ઓટિઝમ દિવસ નિમિત્તે મોડાસાની જીવનદીપ શાળામાં અભ્યાસ કરતા બાળકો અનેખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને મેડલ તેમજ પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.
મોડાસાની મંદબુદ્વિ શાળામાં વર્લ્ડ ઓટીઝમ ડેની કરાઇ ઉજવણી
મોડાસાઃ મંદબુદ્ધિ બાળકોનું જીવન ખૂબ જ કઠીન હોય છે. તેમનાથી પણ વધારે તકલીફ તેમની સાર-સંભાળ રાખતા વાલી અને કેર ટેકર્સને પડે છે. મોડાસા ખાતે આવેલી જીવનદીપ મંદબુદ્વિ સ્કુલમાં આવા બાળકોની દેખરેખ જ નહિ, પરંતુ તેમને લાઇફ સ્કિલ્સ પણ શીખવાડવામાં આવે છે. શાળામાં વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરી અત્રે અભ્યાસ કરતા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
વર્લ્ડ ઓટિઝમ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વાલીઓ બાળકો સહિત મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષ શાહ, સામાજિક કાર્યકર તારીક બાંડી, નિલેષ જોશી, અમીત કવિ, તેમજ અન્ય મહાનુભવો બાળકોને પ્રોત્સાહન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલરાઠોડ અને નિલોફરસુથારે કર્યુ હતું.