ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ભરશિયાળે પાણીની સમસ્યા, મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો - Water problem

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગ્રામ પંચાયતમાં કેટલીક સોસાયટીઓમાં ભરશિયાળે પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે. રહેણાંક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે. સોસાયટીની મહિલાઓએ સાયરા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો.

Modasa
પાણીની સમસ્યા

By

Published : Jan 27, 2020, 6:55 PM IST

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગ્રામ પંચાયતમાં કેટલીક સોસાયટીઓમાં ભરશિયાળે પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે. આ અંગે ગ્રામ પંચાયત સહિત ઉચ્ય કક્ષાએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં મળતાં ભરશિયાળે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સારા વરસાદને કારણે જિલ્લાના ત્રણેય મુખ્ય જળાશયો વરસાદી પાણીથી છલોછલ થયા છે. તેમ છતાં શિયાળામાં જ પીવાના પાણી સમસ્યા વર્તાઈ રહી છે. જેને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે.

અરવલ્લીમાં ભરશિયાળે પાણીની સમસ્યા

ABOUT THE AUTHOR

...view details