ગુજરાત

gujarat

ETV Bharat / state

Special Report: અરવલ્લીના મેઘરજમાં પાણીની પળોજણ

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજના અંતરિયાળ ગામડાઓમાં પાણીની બુંદ-બુંદ માટે લોકો તકલીફો વેઠી રહ્યા છે. આ વિસ્તાર ડુંગરાળ હોવાના કારણે જળ સ્તર ખૂબ ઊંડા ઊતરી ગયા છે અને તળાવ પણ સુકાઈ ગયા છે. એવામાં નર્મદાના નીર આ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ સંપ લોકોના ઘરથી બે કિલોમીટર દૂર રાખવામાં આવ્યો છે ,જેના કારણે લોકોને વઘુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અરવલ્લી

By

Published : Jun 9, 2019, 10:36 AM IST

આકાશમાંથી અગ્નિવર્ષા વર્ષી રહી છે તો ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હોય ત્યારે માથે બેડું લઈ પાણી માટે બે કિલોમીટર ચાલીને જવું પડે તેની તકલીફ ચૂંટણી સમયે નેતાઓને ક્યાંથી ખબર હોય અને એની વેદનાની અસર AC ઓફિસમાં બેસી હુકમ ચલાવતા સરકારી બાબુઓને ક્યાંથી થાય? મેઘરજના અંતરિયાળ ગામડાઓમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના નસીબને કોસતા કોસતા બે કિલોમીટર દૂર પાણી લેવા મજબૂર બન્યા છે. મહિલા સાથે બાળકો અને પુરૂષો પણ કામ ધંધો છોડી પાણી ભરવા સવારથી જ લાગી જાય છે. આખા કુટુંબની જરૂયાતને પૂરી કરવા 1 થી 2 કલાક સુધી આકરા તાપમાં પરસેવો પાડવો પડે છે. માનવી માટે પાણીની વ્યવસ્થા કરવામાં ખોટા ઉતરેલા તંત્ર પાસે અબોલ પશુને પાણી આપવાની આશા ન રાખી શકાય. દેશમાં વિકાસની વાતો વચ્ચે અરવલ્લીના મુખ્ય મથક મોડાસાથી 40 કિલોમીટર દૂર મેઘરજના આ અંતરિયાળ વિસ્તારનો સમય 20મી સદીમાં જ થભી ગયો હોય તેવું લાગી રહ્યું છે .

અરવલ્લી ના મેઘરજમાં પાણી ની પળોજણ

ABOUT THE AUTHOR

...view details