- અરવલ્લીમાં કોરોનાના કેસમાં વધારો
- મોડાસા માર્કેટ યાર્ડમાં 19થી 21 એપ્રિલ સુધી લોકડાઉન
- વેપારી મંડળોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ
અરવલ્લીઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે અરવલ્લીના કેટલાક તાલુકાઓ અને ગામડાઓમાં વેપારી મંડળોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં માર્કેટ યાર્ડના વેપારીઓએ તારિખ 19થી 21 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કયું હતું. જેને લઈ સોમવારે હરાજી બંધ રાખવામાં આવી હતી. જોકે, કેટલીક દુકાનો ખુલ્લી રહી હતી, જેથી પોતાની જણસી લઈને આવેલા ખેડૂતોએ પોતાનો માલ વેચ્યો હતો.
આ પણ વાંચોઃ જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં ત્રણ દિવસ તમામ કારખાનાઓ બંધ
મોડાસામાં અગાઉ જાહેર કરેલું બંધ નિષ્ફળ રહ્યુ હતુ