આ વીડિયો જોતા લાગી રહ્યું છે કે, દુકાનદારે સલીમના વારંવારની હપ્તાની ઉઘરાણીથી ત્રાસી વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયો પરથી લાગી રહ્યું છે કે, સલીમ પોલીસતંત્રની કામગીરીની બારીકાઇથી જાણકારી ધરાવે છે. આ વાઈરલ વીડિયોમાં મોબાઇલની દુકાનમાં રેડ અંગેની માહિતી પણ આપી રહ્યો છે. તદ્ઉપરાંત પોલીસ કર્મચારીઓની ઓળખ પણ આપી રહ્યો છે અને એલ.સી.બી PI રબારી અને ટાઉન પોલીસ ઇન્ચાર્જ પી.એસ.આઈ બ્રહ્મભટ્ટનું સ્પષ્ટ નામ લઈ રહ્યો છે. આ સાથે જ પોલીસ હવે દુકાનદારને હેરાન નહીં કરે તેની બાંહેધરી પણ આપી રહ્યો છે.
અરવલ્લી પોલીસ અધિકારીઓના નામે ઉઘરાણી કરતા શખ્સનો વીડિયો વાયરલ - સલીમ
અરવલ્લીઃ મોડાસાના મોબાઈલ બજારમાં જિલ્લા LCB પી.આઈ. રબારી અને મોડાસા ટાઉન પી.એસ.આઈ બ્રહ્મભટ્ટના નામે સલીમ નામનો શખ્સ મોબાઈલની એક દુકાનમાં 50 હજારના રૂપિયાનો તોડ કરવા ગયા હતો, ત્યારે દુકાનદારે તેનો વીડિયો ઉતારી સોશીયલ મીડિયા પર વાઈરલ કરતાં પોલીસમાં ચકચાર મચી ગયો છે.
viral video
મોડાસામાં બસ સ્ટેન્ડ સામે આવેલા મોબાઇલ બજારમાં ખુલ્લેઆમ ચોરીના મોબાઇલની લે-વેચ થાય છે. જો કે, માહિતી મુજબ આ ધંધો અધિકારીઓની સેંટીગના કારણે થઈ રહ્યો છે.