- પશુઓનાં ટોળા વચ્ચે ફટાકડા ફોડી ભડકાવવામાં આવે છે
- પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવે છે
- પશુઓમાં મહામારીનો રોગ આવતો નથી
અરવલ્લી : અરવલ્લીનાં રામપુરા ગામનાં ગૌ પાલકો દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આજે બેસતા વર્ષની વહેલી સવારે ગામનાં ચોરે આવેલા કૃષ્ણ ભગવાનના મંદિર આગળ લોકો એકત્ર થયા હતા અને ભગવાનની આરતી કર્યા બાદ ગામનાં પશુઓને મંદિર આગળ એકઠા કરવામાં આવ્યાં હતા. ગામનાં લોકો દ્વારા પશુઓને એકઠા કરવામાં આવ્યાં હતાં અને ટોળા વચ્ચે ફટાકડા ફોડી પશુંઓને ભડકાવામાં આવ્યા હતા અને ભગાડવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ગામનાં લોકો એક બીજાને ભેટીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવમાં આવે છે