ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં મકાનમાં આગ લાગતા બે વૃધ્ધાના મોત - arl

અરવલ્લી:  જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં એક મકાનમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા મકાનમાં રહેલી બે વૃધ્ધાઓ જીવતી આગની ઝપેટમાં આવી જતા અરેરાટી ફેલાઈ હતી. મકાનમાં રહેલ ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આદિવાસી મહિલાઓના મોતાના કારણે આદિવાસી સમાજમાં માતમ છવાયો હતો.

મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં મકાનમાં આગ લાગતા બે વૃધ્ધાના મોત

By

Published : Jun 16, 2019, 2:31 PM IST

મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં મકાનમાં આગ લાગતા બે વૃધ્ધાના મોત

મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના પંચાલ ગામમાં શનિવારે સાંજના સુમારે એક કાચા મકાનમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી . જોકે તેજ હવાના કારણે આગે તુરંત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. તે સમયે મકાનમાં રહેલ સગી બહેનો 75 વર્ષીય ખાત્રીબેન થાનાભાઈ કલાસવા અને 70 વર્ષીય ગુલાબબેન થાનાભાઈ કલાસવાનું આગની ઝપેટમાં આવી જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.

આ ઘટનામાં ગ્રામજનોએ આગ બુઝવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, આગ કાબુમાં ન આવતા મકાનમાં રહેલી બે વૃદ્ધ મહિલાઓને બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકવી હતી.

ABOUT THE AUTHOR

...view details