મેઘરજ- અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વધુ ત્રણ યોજનાઓનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકરે ખેડૂતોને સંબોધતાx જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ખેતીને નુકશાન અને ઉભા પાકનું ભેલાણ અટકાવવા તેમ જ ફળ અને શાકભાજી પાકોના બગાડને અટકાવવા માટે ત્રણ યોજનાઓ, સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ, કાંટાળી વાડ, તેમજ નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મુકી છે. જેનાથી ખેડૂતો આર્થિક લાભ લઇ પોતાના પગભર રહેશે.
અરવલ્લી જિલ્લામાં સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો - seven steps farmer welfare
રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસ, કાંટાળી વાડ, ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજનાનો અરવલ્લી જિલ્લામાં મેઘરજ પી. સી. એન હાઇસ્કૂલ ખાતેથી જિલ્લા કલેકટર અમૃતેશ ઔંગાબાદકરના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો
આ ઉપરાંત જંતુનાશક દવાઓયુક્ત ખેતપેદાશ, પૌષ્ટિક આહાર, જમીન અને પર્યાવરણ સુધારણા જેવા અભિગમો સામે પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ છે. જેથી રાજય સરકાર દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોના કલ્યાણના સાત ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. આ પ્રસંગે કલેકટર તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો -હુકમોનુ વિતરણ કરવામાં આવ્યું.