એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવેલા મોડાસાના ત્રણ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા - મોડાસામાં લોકડાઉન
વિદેશમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વંદે ભારત મિશન અંતર્ગત પરત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 177 મુસાફરો સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટ કુવૈતથી અમદાવાદ આવી પહોંચી હતી. આ ફ્લાઇટમાં સાબરકાંઠાના વિજયનગરના ત્રણ વ્યક્તિઓ પણ હતા. જેમને હાલ મોડાસાની કોવીડ-19 હોસ્પિટલ ખાતે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
મોડાસા : 177 મુસાફરો સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગુજરાતમાં વિદેશથી પરત ફરેલા લોકોને ૧૪ દિવસ ફરજીયાત સરકારી તંત્રની દેખરેખ હેઠળ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. જેમાં જે જિલ્લામાં વતન હોય તેનાથી નજીકના જિલ્લામાં ક્વોરેન્ટાઇન રહ્યા બાદ કોઈ પણ જાતની શારીરિક બીમારી ન હોય તો જ વતન જવા મળશે. આ ફ્લાઇટમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના ત્રણ પ્રવાસીઓની તબિયત સારી ન હોવાથી ત્રણેય પ્રવાસીઓને મોડાસાની કોવીડ-19 હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.