ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં પિતાની અંતિમયાત્રામાં 3 પુત્રીઓએ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો - arvalli news

કોરોનાની બીજી લહેરમાં કેટલાય પરિવારોમાં એક સાથે બેથી ત્રણ લોકો એક પછી કે મૃત્યુ પામ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઇ ગામે એક જ મહિનામાં પતિ-પત્ની કોરોના થી મૃત્યુ પામ્યા. સંતાનમાં કોઇ પુત્ર ન હોવાથી ત્રણ પુત્રીઓએ પિતાને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો.

મોડાસાના લીંભોઇ ગામે ત્રણ પુત્રીઓએ પિતાને અગ્નીદાહ આપ્યો‌
મોડાસાના લીંભોઇ ગામે ત્રણ પુત્રીઓએ પિતાને અગ્નીદાહ આપ્યો‌

By

Published : Jun 6, 2021, 11:53 AM IST

Updated : Jun 6, 2021, 12:44 PM IST

  • દિકરીઓએ દિકરાની ગરજ સારી
  • પતિ અને પત્નીનું ખુબ જ ટુંકા સમયમાં મૃત્યુ થવાથી સમગ્ર ગામમાં ગમગીની છવાઇ
  • માતા પિતાની છત્રછાયા ગુમાવતા ત્રણેય પુત્રીઓને માથે આભ તુટી પડ્યુ

અરવલ્લી:મોડાસા તાલુકાના લીંભોઇ ગામે સુરેશભાઈ રાઠોડ અને તેમની પત્ની કોરોનાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન તેમની પત્નીનું મૃત્યુ થયુ હતુ. આ દરમિયાન સુરેશભાઇ પણ સારવાર હેઠળ હતા. 52 દિવસની સારવાર બાદ આખરે સુરેશભાઇ પણ કોરોના સામે જંગ હાર્યા હતા.

આ પણ વાંચો:પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી

કાંધ આપી દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપ્યો

સુરેસભાઇને સંતાનોમાં ત્રણ દિકરીઓ છે. ટુંકા ગાળામાં માતા પિતાની છત્રછાયા ગુમાવતા ત્રણે પુત્રીઓ માથે જાણે આભે તુટી પડ્યુ હતું. સુરેશભાઇને સંતાનો માં કોઇ દિકરો ન હોવાથી પિતાને કાંધ આપી દીકરીઓએ રડતી આંખે પોતાના પિતાને અગ્નિદાહ આપ્યો હતો. પતિ અને પત્ની નું ખુબ જ ટુંકા સમયમાં મૃત્યુ થવાથી સમગ્ર ગામમાં ગમગીની છવાઇ હતી.

આ પણ વાંચો:ભૂમિ પેડનેકરે તેના સ્વર્ગીય પિતાને કર્યા યાદ, શેર કરી ભાવુક પોસ્ટ

દુ:ખમાં સહભાગી થવા મોટી સખ્યમાં ગામ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા

મોડાસાના લીંભોઇ ગામમાં દીકરીઓએ પિતાને સ્મશાન સુધી કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા હોય તેવી પ્રથમ ઘટના હતી. દિકરીઓ એ દિકરાની ગરજ સારી ત્યારે આ પરિવારના દુ:ખમાં સહભાગી થવા મોટી સખ્યમાં ગામ લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા.

Last Updated : Jun 6, 2021, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details