ગુજરાત

gujarat

By

Published : Jun 9, 2019, 11:43 PM IST

ETV Bharat / state

બુટલેગરોનો નવો કીમિયો ફેલ, પેપર ટ્યુબના રોલ વચ્ચે છુપાવીને લવાતા દારૂ સાથે 3ની ધરપકડ

અરવલ્લીઃ જિલ્લામાં શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી ટ્રક કન્ટેનરમાં લવાતા 4.51 લાખના દારૂ સાથે ત્રણને ઝડપી લીધા હતા.

સ્પોટ ફોટો

શામળાજી પો.સ.ઇ કે.વાય વ્યાસ અને તેમની ટીમે બાતમીના આધારે અણસોલ ગામની સીમમાં પ્રોહીબીશન નાકાબંધી કરી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક કન્‍ટેનરને અટકાવી તેની તપાસ લેતા વિદેશી દારૂના જથ્થો મળી આવ્યો હતો.

સ્પાઇરલ પેપર ટ્યુબ રોલની આડમાં વેચાણ સારૂ દારૂ લવાતો હતો. પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ ૯૪ જેમાંની કુલ બોટલ નંગ ૧૧૨૮ જેની કિ.રૂ ૪,૫૧,૨૦૦/- તથા ટ્રક કન્‍ટેનર ગાડી ની કિ રૂ ૧૦,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૩ કિ રૂ ૨૫૦૦/- તથા સ્પાઇરલ પેપર ટુબ કાગળના રોલ જેની કિ રૂ.૬,૩૧,૮૨૫/- નો મળી કૂલ કિ રૂ ૨૦,૮૫,૫૨૫/- ના મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે મુદ્દામાલ સાથે હરીયાણાના આરોપી મનિષ કેશારામ , રવિ નરેશકુમાર રાજપુત તથા રવિન્દ્દ રતનસીગ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details