મોડાસામાં તસ્કરોનો આતંક, મધરાતે ઘરમાં ઘુસીને કરી 1.25 લાખની ચોરી - Modasa
અરવલ્લી: મોડાસા તાલુકાના નાંદીસણ ગામે સમગ્ર પરિવાર ઘર અગાસી પર સુઇ રહ્યો હતો તે દરમિયાન ચોરોએ ઘરમાં ઘુસીને હાથસફાઇ કરી હતી. તસ્કરોએ રૂપિયા 1.25 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. પરિવારને આ બાબતની જાણ સવારે થઇ હતી. જેમાં પરિવારજનો દ્વારા મોડાસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર બાબતની વિગત મેળવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
તસ્કરો1.25 લાખની ચોરી કરી ફરાર
મળતી માહિતી મુજબ મોડાસા તાલુકાના નાંદીસણ ગામે નરેશ કુમાર કનુભાઈ સગર અને પરિવારજનો ગુરુવારે રાત્રે ધાબા પર સુઈ ગયા હતા. જેનો લાભ તસ્કરોએ ઉઠાવી ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસ્યા હતા. તેમણે તિજોરી અને કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અંદાજે 1.25 લાખથી વધુની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા. મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો સક્રિય થતા અને રૂરલ પોલીસની નિષ્ક્રિયતાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.