ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર - Ambaji Temple

કોરોના મહામારી પછી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવેલુ અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર થયા છે.

mataji
અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર

By

Published : Jul 9, 2021, 1:15 PM IST

  • અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર
  • 3 ની જગ્યાએ 2 વાર આરતી કરવામાં આવશે
  • દર્શનના સમયમાં પણ કરવામાં આવ્યો ફેરફાર

અરવલ્લી: 3 મહિનાથી વધુના સમય માટે બંધ રહેલુ અંબાજીનુ મંદિર છેલ્લા 1 મહિનાથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. હાલમાં મંદિરના સમય અને પૂજા-આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર અષાઢી બીજથી કરવામાં આવશે.

આરતીના સમયમાં ફેરફાર

યાત્રાધામ અંબાજી ખાતે મંદિરની પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિર માં તારીખ 12 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર

આ પણ વાંચો : કેન્દ્ર સરકારની પ્રસાદ પરિયોજનામાં ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આદ્ય શક્તિપીઠ અંબાજીનો સમાવેશ

દર્શનના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાના કારણે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેમજ હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે જ વખત કરવામાં આવશે. બપોરે કરવામાં આરતી નહીં કરવામાં આવે અને દર્શનના સમ માં પણ ફેરફાર કરવામાં આવશે. સવારે મંદિર પહેલા 10.45 કલાકે બંધ થતું હતું તેના બદલે હવે 11.30 બંધ થશે.

આ પણ વાંચો :Jay Jaliyaan Foundation અંબાજી મંદિરમાં ભક્તોને બે ટાઇમ નિ:શુલ્ક ભોજન આપશે

ABOUT THE AUTHOR

...view details