અરવલ્લી: જિલ્લાના મેઘરજના લીંબોદરા ગામનો સંજય દોલાજી માલીવાડ નામનો યુવક અમદાવાદ ખાનગી કંપનીમાં કામ કરતો હતો. લોકડાઉન થતા યેનકેન પ્રકારે તે વતન આવી ગયો હતો. જેની જાણ આરોગ્ય વિભાગને થતા તે અન્ય લોકોને સંક્રમિત કરે તે પહેલા તેને સારવાર અર્થે કોવીડ-19 હોસ્પિટલ મોડાસા મોકલી આપવામાં આવ્યો હતો.
અમદાવાદથી અરવલ્લી ગયેલા યુવકનો સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવ્યો
અરવલ્લી જિલ્લાના મેઘરજનો યુવાન અમદાવદથી વતન આવતા આરોગ્ય વિભાગે તેની તપાસ કરી હતી જેમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને સારવાર અર્થે મોડાસા કોવીડ-19 હોસ્પિટલ ખાતે એડમીટ કરવામાં આવ્યો હતો.ગત શનિવારે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુવકને સારવાર આપાયા બાદ તેનો અઠવાડીયા પછી રીપોર્ટ કરવાતા નેગીટીવ રીપોર્ટ આવ્યો છે.
અમદાવાદથી અરવલ્લી ગયેલા યુવકનો સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવ્યો
જ્યાં યુવકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા.અને ત્યારબાદ કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. એક અઠવાડીયા સુધી સારવાર અપાયા બાદ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ યુવકનો સપ્તાહ પછી ફરીથી કોરોનાનો રિપોર્ટ કરાવતા યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે