ગુજરાત

gujarat

ETV Bharat / state

એક યુવાનની પ્રેરણાદાયી પ્રામાણિકતા - man

અરવલ્લી: પૈસો જ્યારે લોકો માટે સર્વસ્વ બની ગયો હોય ત્યારે રોકડ જોઇ કોઇ લાલચમાં ન આવે તેવા બહુ ઓછા લોકો મળે છે. જો કે માલપુરના ઑટોમોબાઇલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરેલ યુવાન નમન કુમાર શૈલેષભાઈ પંડયાએ રસ્તા પરથી મળેલ રોક્ડ રકમ માલિકને પરત કરી નવી પેઢીમાં પ્રમાણીકતા છે. તેવુ પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.

સ્પોટ ફોટો

By

Published : Feb 16, 2019, 6:35 PM IST

નમમ પોતાના ઍક્ટીવા પર નાનાવાડાથી માલપુર તરફ આવી રહ્યાં હતા. ત્યારે રસ્તામાં આવતા સ્પીડ બ્રેકર પાસે એક પાકિટ પડેલું જોયું. નમન પંડયાએ તરત જ રસ્તા વચ્ચે પડેલ પાકિટ લીધું તો તેમાં રોકડા 13,000, ATM, આધારકાર્ડ, તેમજ બીજા અન્ય ડૉક્યુમેન્ટ્સ હતા. પાકીટમાં રહેલા આધાર કાર્ડમાં રહેલા ઍડ્રેસને આધારે મેઘરજના સઝાદ ખભરાટ નામના યુવકનું પાકીટ નિકળ્યું તે આધારે મેઘરજના યુવકનો સંપર્ક કરી પાકીટ અને ડૉક્યુમેન્ટની પૂરતી સાબિતી મેળવી 13000 અને ઑરીજીનલ ડૉક્યુમેન્ટ સહિતનું પાકિટ માલપુરના નમન પંડયાએ મૂળ માલિકને પરત કર્યા હતા . મેઘરજના સઝાદ ખભરાટના પરિવારજનોએ પણ નમન પંડ્યાની પ્રામાણિકતાને બિરદાવી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details