ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાના ઉમિયા મંદિરને બે વર્ષ પૂર્ણ, ભવ્ય પાટોત્સવનું આયોજન - પાટીદાર સમાજ

ઉમિયા મંદિરના ભવ્ય પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. આ પાટોત્સવના બીજા દિવસે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ઉમિયા મંદિરને બે વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું
ઉમિયા મંદિરને બે વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું

By

Published : Feb 13, 2020, 1:34 PM IST

મોડાસા: ઉમિયા મંદિરને બે વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ પાટોત્સવના પ્રથમ દિવસે માતાજીની ભવ્ય શોભાયાત્રા સમગ્ર મોડાસા શહેરમાં ફરી હતી. જેનો લાભ મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો.

ઉમિયા મંદિરને બે વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરાયું
સમગ્ર મોડાસા શહેરમાં ફરીને શોભાયાત્રા નિજ મંદિર પરત ફરી હતી, જ્યાં ભક્તોએ માતાજીના ગરબા ઘૂમીને આરાધના કરી હતી. બે દિવસ ચાલેલા પાટોત્સવમાં દૂર દૂરથી બોત્તેર ગામના લોકો ભક્તિ ભાવ સાથે મંદિરના દર્શનાર્થે આવ્યાં હતાં. આ પાટોત્સવને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય તૈયારીઓ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details