અરવલ્લીઃ લોકડાઉનમાં અરવલ્લી જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને પોતના વતન જવાનો ખર્ચ ભોગવવાની કોંગ્રેસ તૈયારી બતાવી છે. આ અંગે અરવલ્લી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા વહિવટી તંત્ર સમક્ષ , છેલ્લા 50 દિવસથી લોકડાઉનના કારણે ફસાયેલા જે શ્રમિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
અરવલ્લી જિલ્લામાં શ્રમિકોની યાદી આપવામાં તંત્ર ધીમીગતિએ કામ કરી રહ્યું છે: કોંગ્રેસ - Aravalli District Congress
લોકડાઉનમાં અરવલ્લી જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને પોતના વતન મોકલવા માટેનો ખર્ચ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવશે. જેથી કોંગ્રેસ સમિતિ દ્વારા વહિવટી તંત્ર પાસે શ્રમિકોની યાદી મગાવવામાં આવી હતી.
તેની યાદી અપાવા રજુઆત કરી હતી. જોકે હજુ સુધી આ યાદી ન મળતા અરવલ્લી જિલ્લા કોગ્રેસ સમિતિ ફરીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર આક્ષેપ કર્યો હતો. કે જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર, ભીલોડા, મેઘરજ, મુકામે ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોની ધીરજ ખુટી ગઇ છે. છતાં વહીવટીતંત્ર તંત્ર ધીમીગતિએ કામ કરી રહ્યું છે અને આ પરપ્રાંતિય શ્રમજીવીને વતન મોકલવામાં તાત્કાલિક અમલીકરણ કરવાની રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી આ બહેરી સરકાર સાંભળતી નથી.