ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર ચાર દિવસ સુધી બંધ રહેશે - Aravalli local

અરવલ્લી જિલ્લામાં આવેલું સુપ્રસિદ્વ શામળાજી મંદિર ચાર દિવસ સુધી બંધ રહેશે. આ મંદિર ટ્રસ્ટ દ્રારા 27 થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી નિર્ણય કર્યો છે.

શામળાજી મંદિર ચાર દિવસ સુધી બંધ રહેશે
શામળાજી મંદિર ચાર દિવસ સુધી બંધ રહેશે

By

Published : Nov 25, 2020, 1:44 PM IST

  • મેળો મોકૂફ રખાયા બાદ મંદિર પણ બંધ રહેશે
  • બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્યક્રમ મુજબ સેવા થશે
  • ભક્તો ચાર દિવસ નહિ કરી શકે દર્શન

અરવલ્લીઃ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્વ શામળાજી મંદિર ચાર દિવસ સુધી બંધ રહેશે. મંદિર ટ્રસ્ટ દ્રારા 27 થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી નિર્ણય કર્યો છે.

અરવલ્લી જિલ્લાનું શામળાજી મંદિર ચાર દિવસ સુધી બંધ રહેશે
4 દિવસ દરમિયાન નિત્યક્રમ મુજબ થશે શામળાજીની સેવા

કોરોના સંક્ર્મણ અટકાવવા માટે અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્વ શામળાજી મંદિર આગામી શુક્રવાર થી સોમવાર સુધી બંધ રહેશે. મંદિર ટ્રસ્ટ દ્રારા 27 થી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ અગાઉ કાર્તિકી મેળો બંધ રાખી દર્શન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે મેળો મોકૂફ રખાયા બાદ હવે દર્શનાથીઓ મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે ચાર દિવસ સુધી મંદિર પણ બંધ રહેશે. આ દિવસો દરમિયાન બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે, પરંતુ ભક્તો ચાર દિવસ સુધી ભગવાન શામળીયાના દર્શન નહીં કરી શકે.

ABOUT THE AUTHOR

...view details