- મેશ્વો તેમજ વૈડીમાં પાણીની આવક
- ડેમ ઓવર ફ્લો થવાની આરે
- સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવી
અરવલ્લી: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના મેશ્વો તેમજ વૈડી ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેથી મેશ્વો ડેમ અને માઝુમ માં 70 % તેમજ વૈડી ડેમ 90 % પાણી ભરાઇ ગયુ છે. આ ત્રણે ડેમ હવે ગમે ત્યારે પુર્ણ સપાટીએ પહોચવાના આરે હોવાના કારણે, સિંચાઇ વિભાગ દ્રારા જિલ્લા કલેકટરને જાણ કરી યોગ્ય તકેદરીના પગલા લેવા માટે પત્ર લખ્યો હતો .
વૈડી ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો
અરવલ્લીમાં ભાદરવા માસમાં થયેલા નોંધપાત્ર વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જિલ્લાના જળાશયોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. જિલ્લાના ભિલોડા તાલુકાના મેશ્વો અને મોડાસા તાલુકાના માઝુમ 70 ટકા તેમજ મેઘરજ તાલુકાના વૈડી ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો નોંધાતા જરૂરી તકેદારી ને લઇ સિંચાઇ વિભાગ દ્રારા નિયમ મુજબ જિલ્લા વહિવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Rhea Chakraborty ની બિગ બોસ 15માં એન્ટ્રીની અટકળો, મોટી રકમ ચુકવાશે