અરવલ્લી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત રમાયેલી કુલ 22 રમતો પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે કુલ 2,707 ખેલાડીઓ વિજેતા થયા છે. આ તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી અંદાજિત 44,89,250 રૂપિયાનું રોકડ પુરસ્કાર તેમના બેંક એકાઉન્ટમાં DBT દ્વારા જમા કરવામાં આવશે.
ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 2019 દરમિયાન ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં રાજ્યકક્ષાની વિવિધ રમતોમાં અરવલ્લી જિલ્લાના 71 ખેલાડી અને ટીમે રાજ્ય કક્ષાએ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે.
અરવલ્લીમાં ખેલ મહાકુંભના વિજેતાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા સામાન્ય ખેલાડીઓના ખેલ મહાકુંભની સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યિલ ખેલ મહાકુંભનું પણ આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને પણ રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર તેમના અકાઉન્ટમાં DBT દ્વારા જમા કરાવવામાં આવશે.
આ ઉપરાંત પ્રતિવર્ષ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ સૌથી વધારે મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ ત્રણ શાળાઓને અનુક્રમે 1.5 લાખ, 1 લાખ અને 75,000 રૂપિયાના પુરસ્કાર, તેમજ તમામ તાલુકા કક્ષાએ વધારે મેડલ પ્રાપ્ત કરનાર તાલુકાની તમામ શાળાઓને અનુક્રમે 25,000 હજાર અને 10,000 રૂપિયાના પુરસ્કાર જે તે શાળાના બેંક એકાઉન્ટમાં DBT દ્વારા જમા કરવામાં આવશે.